Abtak Media Google News

જીયો ગ્રાહકોએ રુપિયા ૫૦૦ થી લઈ ૧૮૦૦ સુધીની રકમ જમા કરાવવી પડશે

રિલાયન્સ જિયોએ એક પછી એક નવા પ્લાન રજુ કરી રહ્યુ છે ત્યારે હવે વધુ એક પોસ્ટ પેઈડ પ્લસ યોજનાની જાહેરાત જીયો દ્રારા કરવામાં આવી છે.પરંતુ તે માટે ગ્રાહકોએ હવે, સુરક્ષા થાપણો જમા કરાવવાની રહેશે.

આ યોજનામા 399 રૂપિયાથી લઈ 1,499 રૂપિયા સુધીનો ડેટા પ્લાન છે. જેમાં સબ્સ્ક્રાઇબર્સને અમર્યાદિત ટોક ટાઇમ બેનિફિટ્સ, ડેટા રોલઓવર સુવિધા અને ફેમિલી એડ-ઓન સીમ સુવિધા મળશે. જોકે, આ પોસ્ટપેડ યોજનાઓને સબ્સ્ક્રાઇબ કરનારા જિઓ યુઝર્સને સિક્યુરિટી ડિપોઝીટ એટલે કે સુરક્ષા થાપણો જમા કરવાની રહેશે. યુઝર્સે 500 રૂપિયાથી લઈને 1800 રૂપિયા સુધીની રકમ અગાઉથી જમા કરાવવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ જિયોએ ગયા મહિને પાંચ પોસ્ટપેડ પ્લસ યોજનાઓ લોન્ચ કરી હતી. જેમાં ઇન-ફ્લાઇટ કનેક્ટિવિટી પેક્સ અને આંતરરાષ્ટ્રીય રોમિંગની સુવિધાઓ આપવામાં આવી હતી.

આ અંગે ટ્રાઇની વેબસાઇટ પર નવા નિયમનકારી ફાઇલિંગમાં જણાવાયું છે કે જીયો પોસ્ટપેડ પ્લસ મેમ્બરશિપ લેનારા યુઝર્સને એક નક્કી કરેલી રકમ સુરક્ષા થાપણ તરીકે જમા કરાવવાની રહેશે. જોકે, રિલાયન્સ જિઓની વેબસાઇટ પર આવી કોઈ સિક્યોરિટી ડિપોઝિટનો હજુ કોઈ ઉલ્લેખ જોવા મળ્યો નથી.

૩૯૯ રૂપિયાના પોસ્ટપેડ પ્લાનના ગ્રાહકોને રૂ.૫૦૦ની સુરક્ષા,૫૯૯ રૂપિયાનો પ્લાન લેવા પર ૭૫૦ , જયારે ૭૯૯ રૂપિયાનો પ્લાન લેવા પર ૧૦૦૦ રૂપિયા તો ૯૯૯ રૂપિયા રિચાર્જ પર ૧૨૦૦ રૂપિયાની સિક્યોરિટી જમા કરાવવાની રહેશે. રૂ.૧૪૯૯નો સૌથી પ્રીમિયમ પ્લાન લેશે, તેમને સિક્યુરિટી ડિપોઝિટ તરીકે ૧૮૦૦રૂપિયા ચૂકવવા પડશે.

વોઇસ કોલ્સ અને ડેટા લાભો ઉપરાંત, જિયો પોસ્ટપેડ પ્લસ યુઝર્સને નેટફ્લીક્સ, એમેઝોન પ્રાઈમ વીડિયોઅને ડીઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપી જેવા અનેક ઓટીટી પ્લેટફોર્મ્સના સબ્સ્ક્રિપ્શન્સ પણ મળશે. આ સિવાય જિઓની તમામ એપ્સનું ફ્રી એક્સેસ પણ યુઝર્સને મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.