Abtak Media Google News

ખાંડ એ આપણાં ગુજરાતીઓના ભોજનનું એક અભિન્ન તત્વ છે. લોકો એવું માને છે કે વધુ પ્રમાણમાં ગળ્યું ખાવાને કારણે ગુજરાતીઓ સ્વભાવે મીઠા-મધૂરા હોય છે. આમેય ભારતની દરેક મીઠાઇઓને ખાંડ વગર બનાવવી મુશ્કેલ છે. ભારતના દરેક રાજ્યના રસોડાઓમાં ખાંડનું અનેરું સન છે. ખાંડવાળા પર્દાો ખાવાી તબિયત બગડે એ વાત બધાં જ જાણે છે પરંતુ મીઠી વાનગીઓ કે મીઠાઇઓ સામે આવે ત્યારે એ ખાવાનો મોહ ટાળવો ઘણો અઘરો છે. ખાંડવાળા ખોરાક કે મીઠાઇઓ ખાવાી શરીરમાં બ્લડ સુગર વધવાની શકયતા વધી જાય છે અને એ વાત સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય. તમારું બ્લડ સુગર લેવલ સમતોલ રાખવા અને સ્વસ્ જીવન જીવવાનો શ્રેષ્ઠ ઉપાય એટલે ખાંડનો ઉપયોગ ઘટાડવો પણ એ કેવી રીતે શક્ય છે? કે ખાંડ વગરની મીઠાઇ કોઇ ખાવાનું હતું? આનો જવાબ છે કે હાં, ખાંડનો ઉપયોગ ઘટાડવા માટે ખાંડના પર્યાય વાપરવાનું શરૂ કરો. શરૂઆતમાં આ વાત થોડી કપરી લાગશે પરંતુ પાછળી આદત પડી જશે અને તમને પોતાને તમારા સ્વાસ્થ્યમાં ફરક પડતો જણાશે.

આ સો તમને ખાંડના પાંચ પર્યાય વિશે જણાવું છું. આ પર્યાયો તમારા ભોજનમાં માત્ર મીઠાશ જ નહીં વધારે પણ એ સ્વાદિષ્ટ અને શક્તિપ્રદાન પણ હોવાની વાત તમે માનતા ઇ જશો. હાં, કયાં ખોરાકમાં કયો પર્યાય ઉમેરવો એ તમારે નક્કી કરવાનું છે.

મધ :

ખાંડનો સર્વશ્રેષ્ઠ પર્યાય મધ છે. મધમાં કુદરતી ખાંડ, જ‚રી વિટામિન, મિનરલ્સ, પ્રોટિન અને સારા પ્રમાણમાં પાણી હોય છે. આ કુદરતી અમૃત લોહીનો પ્રવાહ વધારે છે, બ્લડ પ્રેશર ઘટાડે છે. લોહી શુદ્ધ કરવાની સો એ તમને સામાન્ય શરદી અને ઉધરસ જેવાં રોગોી પણ બચાવે છે. તમારા ભોજનમાં મધનો ઉમેરો કરવાી માત્ર સ્વાદ જ નહીં પણ તંદુરસ્તી પણ વધશે.

ગોળ :

ખાંડનો સૌી નજીકનો પર્યાય કોઇ હોય તો એ ગોળ છે. ભારતમાં તો પ્રાચીનકાળી ગોળનો ઉપયોગ ાય છે. ગામડાંઓમાં તો હજુય ગોળના વપરાશનું પ્રમાણ ખાંડ કરતાં વધુ છે. ગોળ ખાંડ કરતા વધુ ગળ્યો અને સ્વાદિષ્ટ હોય છે. ગોળને તમે ખાંડની જેમ પણ વાપરી શકો અને પ્રવાહી સ્વ‚પમાં પણ વાપરી શકો છો. ગોળની ચિકી ખાંડની ચિકી કરતા વધું સ્વાદિષ્ટ હોય છે એ તો તમે સૌ માનશો. કબજિયાત, અપચો અને કફ જેવા અનેક રોગોને મટાડનાર ગોળને મીઠી દવા તરીકે પણ ઓળખવામાં આવે છે.

ડ્રાય-ફ્ર્રુટ્સ – સૂકામેવા

તમને જ્યારે મીઠાઇ ખાવાનું મન ાય ત્યારે મીઠાઇને બદલે સૂકામેવાનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ ગણાય. જે ભોજનમાં ોડા પ્રમાણમાં ખાંડની જ‚ર હોય તેમાં તમે ખાંડને બદલે સૂકોમેવો ઉમેરી શકો. તમે ખજૂરનો ઉપયોગ ચટણી બનાવવા માટે કરી શકો, ભોજનમાં કિસમીસ ઉમેરી શકો, અંજીર લૂખા ખાઇ શકો, સૂકા આલુબુખારાને સલાડમાં કે સ્વીટ ડિસમાં ઉમેરી શકો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.