Abtak Media Google News

સમગ્ર વિશ્વમાં અત્યારે કાર્બન ડાયોકસાઇડનું સતત ઉત્સર્જન ચિંતાનું વિષય બની રહ્યું છે. કાર્બન ડાયોકસાઇડના અતિરેકથી બચવા માટે વિશ્વમાં હરિયાળી વધારવી અનિવાર્ય બની છે. પ્રમાણથી વિશ્વ આખુ ચિંતિત છે. ભારત પોરબંદરથી દિલ્હી સુધી ૧૪૦૦ કી.મી. લાંબી અને પ કી.મી. પહોળી ગ્રીન વોલ ઉભી કરવા ભારત કટિબઘ્ધ બન્યું છે. ત્યારે એક ખુબ જ સારા સમાચાર એ આવ્યા છે કે વિજ્ઞાનીકોએ કાર્બન ડાયોકસાઇડને ઉપયોગી સેન્દ્રિય પર્દાથમાં રુપાંતર કરવાની શોધ કરી છે.

અમેરિકાના વિજ્ઞાનોકીએ કાર્બન ડાયોકસાઇડને ઉપયોગી સેન્દ્રીય પર્દાથમાં પરિવર્તીત કરવાની દિશામાં શોધ કરી છે.

માનવીની ઉજાની જરુરીયાત અને પેટ્રોલીયમ પદાર્થોના વપરાશ ને કારણે ઉત્પન્ન થતા કાર્બન ડાયોકસાઇડથી મોટી સમસ્યાઓ ઉભી થઇ છે. કલાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોમિંગથી જેવી સમસ્યાઓ માં કાર્બન ડાયોકસાઇડનું અતિરેક કારણભુત માનવામાં આવે છે.

કાર્બન ડાયોકસાઇડના નિકાલ અને તેના વાતાવરણમાંથી દુર કરવાની જરુરીયાત છે પરંતુ અત્યારે આ સમસ્યાનો ઉકેલ નથી વાતાવરણમાંથી કાર્બન ડાયોકસાઇડ સોસાવવાની પ્રક્રિયા તેના ઉત્પાદનની પ્રક્રિયા ખુબ જ પાછળ ચાલી રહ્યું છે.

કેનઇથી ઓટાક નામના વિજ્ઞાનીકે જણાવ્યું હતું કે હવે કાર્બન ડાયોકસાઇડ વિધટનની પ્રક્રિયા ટુંક સમયમાં હાથ વગી આવી જશે. સેલ મટિરિયલ સાયન્સના રસાયણ વિભાગના કયોટો યુનિ. વિજ્ઞાનીકો એ કાર્બન ડાયોકસાઇડમાંથી મેટલ ઓરગેનિક ફ્રેમ વર્કનું વિધટન કરીને જીંક, લોહત્વ જેવા પદાર્થો કે જે પૃથ્વી સાથે મળી જાય તેવા તત્વો અલગ કરવાની દિશામાં સિઘ્ધિ પ્રાપ્ત કરી છે.

વિજ્ઞાનીકોએ કાર્બન ડાયોસાઇડના પરમાણુઓનું એક્ષરે પૃથ્થકરણ અને સંશોધન કરીને તેનું ૧૦ વખત વિધટન કરીને પોલિમર રચના ની શોધ કરી છે. કાર્બન ડાયોકસાઇડમાં રહેલા જૈવિક સુક્ષ્મકણોને અલગ કરીને તેમાંથી ઓર્ગેનિક પદાર્થો છુટ કરવાનું હવે શકય બનશે. કાર્બન ડાયોસાઇડમાંથી પીસીપી અલગ કરવાની આ પ્રક્રિયા અલગ અલગ ૧૦ પ્રક્રિયાઓમાંથી પસાર કરવાતી તેમાંજી જૈવિક પદાર્થોનું નિર્માણ થશે.

કાર્બન ડાયોકસાઇડને પઘ્ધતિસરની વિધટનની પ્રક્રિયામાંથી પસાર કરીને તેનું નવું રાસાયણિક રુપ આપવામા આવશે જેમાથી પેટ્રોકેમીકલ્સ અને દવાઓમાં વાપરવામાં આવતા  કાર્બોને બનાવવામાં આવશે. કાર્બન ડાયોસાઇડના આ વિધટનમાંથી બનાવવામાં પોલીયુરેથીન રોજીંદા વપરાશની વસ્તુઓ પેકીજીંગ મટીરીયલ્સ આવરણ વસ્ત્ર તરીકે ઉપયોગમાં આવશે.કાર્બન ડાયોકસાઇડનું વિધટન કરીને તેમાંથી સેન્દ્રીગય વસ્તુઓઓના નિર્માણની આ પ્રક્રિયા હાથ વગી અને વ્યાપક બનાવીને વાતાવરણમાંથી કાર્બન ડાયોસાઇડ શોષણ કરી તેમાંથી જીવન જરુરી વસ્તુઓ માટેના જરુરી કાચા માલનું ઉત્પાદન કરવાની દિશામાં વિજ્ઞાનીકોને મળેલી પ્રારંભીક સફળતાએ ભવિષ્યના કાર્બન ડાયોકસાઇડની સમસ્યાના નિવારણ માટે નવનિર્મિત પદાર્થોની દિશામાં એક નવો રસ્તો ઉભો  કર્યો છે.

કાર્બન ડાયોકસાઇડના વધતા જતાં પ્રમાણથી વિશ્ર્વપર અત્યારે ગ્લોબલ વોમિંગનું ભયંકર ભય લટકી રહ્યો છે કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ એટલે હદે વધી રહ્યું છે કે તેનું નિવારણ આવશ્યક બન્યું છે.

પરંતુ ઘટતા જતા વૃક્ષો અને વધતા જતાં વાહનો કાર્બન ડાયોસાઇડ મુશ્કેલીઓ વધારે ભયંકર બનાવી રહી છે.

હવે વાતાવરણમાંથી કાર્બન ડાયોકસાઇડ શોષીને તેનું ઇંધણ કરીને ઉપયોગી ચીજવસ્તુઓ બનાવવાનું વિજ્ઞાનોકીનું ગયું છે ત્યારે કાર્બન ડાયોકસાઇડના નિકાલનું આશાવાદ ઉભો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.