Abtak Media Google News

રસોડા અને વાનગીઓમાં અનેક સામગ્રીનો ઉપયોગ થાય છે. તેમાંથી દરેક સામગ્રીના અનેક ઉપયોગ થતા હોય છે. જે આપણને ખૂબ સામાન્ય લાગશે પણ અસર ખૂબ મોટી કરી શકે છે. એવી જ એક સામગ્રી તે દરેક ઘરમાં અવશ્ય વપરાતી હશે પણ તેનો ઉપયોગ કદાચ સ્વાસ્થ્યને લઈ અથવા તો મીઠાઇમાં વપરાતી હોય છે. તેવો આ તજનો પાઉડર. તે તમારા ઘરના બગીચામાં ભજવી શકે છે મોટી ભૂમિકા શું તમને ખબર છે ?

1544439946061

 

તેને રોપા પર છાંટો

જે રીતે તમે સમયસર તમારા રોપામાં ખાતર નાખો છો તેજ રીતે અઠવાડીયામાં એક-વાર તમારા રોપા પર તજનો પાઉડર નાખો તેનાથી તમારા રોપા ખૂબ સરસ ખીલશે. તજ તે અનેક મિનરલ્સથી ભરપૂર તે રોપા અને ફૂલ ઝાડ સુંદરતા આપશે.

જીવાતથી દૂર રાખે

રોપા અને ફૂલ ઝાડની સૌથી મોટી સમસ્યા તે જીવાત હોય છે. તેના કારણે ફૂલ ઝાડ પર ભારે પ્રમાણમાં નુકશાન કરી દેતા હોય છે. તો શક્ય હોય ત્યારે સમયસર તેમાં તજનો પાઉડર નાખો તેનાથી થશે એકદમ સરળતાથી જીવાત પાન દૂર થઈ શકશે.

કીડીઓને દૂર કરે

ગમે ત્યારે ફૂલ ઝાડ તેમજ રોપામાં કીડીયો ઉભરાવાનો એક પ્રશ્ન અચૂકપણે થતો હોય છે. ત્યારે તજના પાઉડરની સુંગંધ ખૂબ તીવ્ર હોય છે. તેને સમય અંતરે છાંટો તેનાથી કીડીઓની સમસ્યા ફટ દઈ દૂર થઈ જશે.

તો હવેથી તજના પાઉડરનો આ રીતે ઉપયોગ કરો અને તમારા બગીચાને લીલો છમ રાખો. આ ઉપયોગ તમારા બગીચાને વિશેષ ફાયદા આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.