Abtak Media Google News

વડાપ્રધાન મોદીએ ટવીટ કરી ઝડપી રીકવરી અને ટ્રમ્પ દંપતીના સ્વાસ્થ્ય માટે કરી કામના

કોરોના મહામારીની ઝપેટમાં એક પછી એક મહાનુભવો આવી રહ્યા છે ત્યારે આ લીસ્ટમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને તેમની પત્નિ મેલેનિયા ટ્રંપનો પણ સમાવેશ થયો છે. આ અંગેની જાણકારી ખુદ ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટ કરીને આપી છે. તેમણે જણાવ્યું કે, મારો અને મારી પત્નિ મિલેનિયા ટ્રમ્પનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે. અમે કવોરેન્ટાઇન અને જલદી રીકવરી માટેની પ્રક્રિયા શ‚ કરી છે. અને આ કોરોનાને અમે સાથે મળી મ્હાત આપીશું વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ટ્વીટ કરી ડોનાલ્ડ ટ્રંપ અને મિલેનિયા ટ્રંપની ઝડપથી રીકવરી માટેની અને સારા સ્વાસ્થ્યની આશા વ્યકત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ડોનાલ્ડ ટ્રંપના વ્યક્તિગત સલાહકાર હોય ફિકસ પણ કોરોના સંક્રમિત જણાયા હતા. હોય ફિકસે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની સાથે બુધવારના રોજ એક રેલીમાં જોડાયા હતા અને ગુરુવારે તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેના લીધે રાષ્ટ્રપતિ ટ્રંપ અને તેમના પત્ની મિલેનીયા ટ્રંપે આપ મેળે જ પોતાને કવોરનટાઇન કરી લીધા હતા અને કોરોનાનો રીપોર્ટ કરાવ્યો હતો જે આજે પોઝીટીવ નોંધાયો છે.

અમેરિકાના વ્હાઇટ હાઉસના ઘણા કર્મચારીઓ કોરોના વાયરસની સંક્રમિત થયા છે. જેમાં કેટી મિલર, ઉપાધ્યક્ષ માઇક પેસ્ટ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટઓ બ્રાયન અને સલાહકાર રોબર્ટઓ બ્રાયન અને ડોનાલ્ડ ટ્રંપના સચીવ પણ સામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.