Abtak Media Google News

આતંકી હુમલાઓ સામે સુરક્ષાના કારણથી અમેરિકાનો નિર્ણય

આતંકી ખતરા સામે તમામ દેશો સચેત થયા હોય તેમ અમેરિકા આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનમાં લેપટોપ પર પ્રતિબંધ લગાવવા માટે વિચારી રહ્યું છે. અમેરિકાના હોમલેન્ડ સિકયુરીટી સેક્રેટરી (ગૃહમંત્રી) જોન કેલીએ કહ્યું હતું કે, તેઓ દેશમાં આવનારી અને જતી આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનમાં સુરક્ષાના કારણોથી લેપટોપ, કોમ્પ્યુટર પર પ્રતિબંધ લગાવવાનો વિચાર વિમર્થ કરી રહ્યા છે.

કેલીએ આશંકા ઘ્યાન કરતા કહયું હતું કે, તાજેતરમાં જ ઇગ્લેન્ડના માનચેસ્ટરમાં એક મ્યુઝિક કોન્સર્ટ દરમીયાન આતંકી હુમલો થયા બાદ આ પ્રકારના હુમલાઓ વધુ થવાનો ખતરો ઉભો થયો છે. આતંકવાદીઓ ઉડ્ડયનોને જ નિશાનો બનાવી શકે છે આથી સુરક્ષાને લઇને ઉ૫કરણો પર પ્રતિબંધ લગાડવો જરુરી છે. યુએસ ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, આતંકીઓ વિમાનને હાઇજેક કરી હુમલો કરી શકે છે. ખાસ કરીને આતંકીઓ ના નિશાન પર અમેરિકી વિમાનો હોઇ શકે છે. જેથી કરીને તેઓ વધુને વધુ અમેરિકાઓનો શિકાર કરી શકે.

જણાવી દઇએ કે, જો અમેરિકા આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો પર આ પ્રકારનો કોઇ પ્રતિબંધ લાદશે તો આનાથી અમેરિકા અને યુરોપની વચ્ચે ઉડ્ડયનો પર ભારે અસર વર્તાશે. ઉલ્લેખનીય છે કે અમેરિકા અમુક દેશોના એરપોર્ટથી પોતાને ત્યાં આવનારી ઉડ્ડાયનોમાં સ્મોર્ટફોનથી માંડીને મોટા ઇલકેટ્રીક ઉ૫કરણો પર અગાઉથી જ પ્રતિબંધ લગાવી રહ્યું છે.

આ વર્ષે ર૧ માર્ચના રોજ અમેરિકાએ જાહેર કર્યુ હતું કે મિડલ ઇસ્ટ અને નોર્થ આફ્રિકાના ૧૦ એરપોર્ટથી પોતાને ત્યાં આવનારી ફલાઇટસ માં ઇલેકટ્રીનિક ઉપકરણો બંધ રહેશે. આ નિર્ણયથી તુર્કી, જોર્ડન, મિસ્ત્ર, સાઉદી અરબ, કુવૈત, કતર, સંયુકત અરબ અમીરાત અને મીસ્કો જેવા દેશો પર અસર પડી છે. આ ઉપરાંત હવે લેપટોપ પર પ્રતિબંધ લાદવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ૯ દિવસીય  યુરોપની મુલાકાત દરમિયાન ડેલીએ બ્રસલ્જમાં યુરોપિયન કમિશનના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.