Abtak Media Google News

નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફીસર દ્વારા નગરપાલિકાના તાલાલા રોડ ઉપર આવેલા કમ્પોષ્ટયાર્ડ નામે ઓળખાતી જમીન કે જયાં નગરપાલિકાના ઘન કચરાનો નિકાલ કરવામાં આવે છે તે સ્થળની મુલાકાત લીધે, મુલાકાત દરમિયાન નગરપાલિકાના ઘનકચરા સાથે બાયોમેડિકલ વેસ્ટ પણ જોવા મળેલ તેનો મતલબ એવો થાય કે બાયોમેડીકલ ઉત્પન્ન કરતી કોઇપણ વ્યક્તિ સંસ્થા તેમના બાયોમેડીકલ વેસ્ઠને નગરપાલિકાના ઘનકચરા સાથે મીકસ કરી દે છે અથવા તો નગરપાલિકાના ડોર ટુ ડોર વાહનમાં છુપી રીતે નાખી દે છે તો ફરીથી તમામ લાગતા-વળગતાઓને સ્પષ્ટરીતે જણાવવાનું કે, ભવિષ્યમાં કોઇપણ વ્યક્તિ સંસ્થા પોતાનો બાયોમેડિકલ વેસ્ટ આ રીતે નગરપાલિકાના ઘનકચના સાથે નાખતી પકડાશે તો તેમની સામે નિયમોનુસારની સખ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય નગરપાલિકાએ પણ પોતાના તરફથી નગરપાલિકા વિસ્તારમાં ઘનકચરો અને ડોર ટુ ડોર કલેકશનની કામગીરી કરતી એજન્સીને પણ કડક લેવાનો નથી અને ખાનગી રહે એ પણ તપાસ કરાવી કે કઇ વ્યક્તિ સંસ્થા દ્વારા બાયોમેડીકલ વેસ્ટને આવી રીતે ઘનકચરા સાથે ગેરકાયદેસર રીતે નિકાલ કરે છે. જે કોઇપણ વ્યક્તિ આવી હરકત કરતી હોય તેનો તાત્કાલીક નગરપાલિકાને રીપોર્ટ કરવો. આ સિવાય નગરપાલિકાના તમામ વોર્ડના મુકાદમો તેમજ સુપરવાઇઝરોને પણ આ બાબતે ખાનગી રહે તપાસ કરી અને જે કોઇપણ જગ્યાએ આવી ગેરકાયદેસર પ્રવિૃતિ કરતા માલુમ પડે તેનો તાત્કાલીક નગરપાલિકાને રીર્પોટ કરવા એક યાદીમાં જણાવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.