ઉપલેટા: લોકરક્ષક દળના પરીક્ષાર્થીને વળતર આપવા યુથ કોંગ્રેસનું આવેદન

44

તાજેતરમાં રાજય સરકાર દ્વારા લોકરક્ષક દળની ભરતીમાં પરીક્ષા સમયે પરીક્ષા બંધ રાખવામાં આવતા બેરોજગાર યુવાનો નાસીપાસ થઈ ગયા છે. ત્યારે તમામ પરીક્ષાર્થીઓને વળતર આપવા શહેર-તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવેલ છે.

શહેર-તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા રાજયના મુખ્યમંત્રીને સંબોધીને મામલતદારને અપાયેલા આવેદનપત્રમાં જણાવેલ કે ૨૪૪૦ કેન્દ્રો પર નવ લાખ જેટલા યુવક-યુવતીઓ પરીક્ષા આપવા આવ્યા હતા. માત્ર નવ હજાર સાતસોની ભરતી સામે એટલે કે ઉમેદવારો ૯ ટકા ભરતી હોય છતાયે તહેવારોની ઉજવણી મુકીને પરીક્ષાની તૈયારીમાં હતા અને સરકારની ગંભીર બેદરકારીથી પેપર લીક થતાં નવ લાખ યુવક-યુવતી નિરાશ થઈ ગયા. પરીક્ષાર્થીઓને આર્થિક નુકશાન થયું અને માનસીક રીતે પણ નિરાશ થયા આ તમામ ઉમેદવારોને આર્થિક વળતર આપવા અને આ કાવતરામાં પાછળ સંડોવાયેલાઓને શખત સજા કરવામાં આવે અને ભવિષ્યમાં પાછી આવી ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવે તેવી માંગણી કરાઈ છે.

આ આવેદન પત્ર આપતિ વેળાએ ધોરાજી-ઉપલેટા વિધાનસભા પ્રમુખ રમેશ ભારાઈ યુથ કોંગ્રેસ પ્રમુખ, કપીલ સોલંકી મહામંત્રી, દિવ્યેશ સુવા જિલ્લા લઘુમતી સંઘના પ્રમુખ યાસિત ડેડા, અર્જૂન કરેગીયા, રામ જાડેજા, નાગરાજ બારૈયા, એનએસયુઆઈના પ્રમુખ સંદિપ કરંગીયા સહિત યુથ કોંગ્રેસના કાર્યકરો હાજર રહેલા હતા.

Loading...