Abtak Media Google News

જિલ્લાની ત્રણ અને તાલુકાની બાર બેઠક ઉપર કોંગ્રેસ કબ્જો મેળવશે

ગઇકાલે મતદાન શાંતી પૂર્ણ રીતે પૂર થયા બાદ ધોરાજી-ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય લલીત વસોયાએ ધ્રુજારો આપતા જણાવેલ કે તાલુકાની ૧૨ બેઠક તેમજ જિલ્લા પંચાયતની ત્રણ બેઠક ઉપર કોંગ્રેસ કબજો મેળવશે. મતગણતરી પૂર્વ-પ્રતિક્રિયા આપતા ધારાસભ્ય લલીત વસોયાએ જણાવેલ કે ધોરાજી-ઉપલેટા વિસ્તારમાં હું છેલ્લા ત્રણ વર્ષથી રોડ રસ્તા, પાણી આરોગ્ય સહિતના પ્રશ્ર્નો ઉકેલી આ વિસ્તારની જનતા માટે દાંડયો છું આ વિસ્તારની જનતાએ સ્થાનીક સ્વરાજયની ચૂટણીમાં મારા કામને જોઇ મતદાન કરેલ છે. તેવો મને મારા મતદારો ઉપર પૂરો વિશ્ર્વાસ છે. મારા મતદારોના વિશ્ર્વાસને ધ્યાનમાં રાખી આગામી જયારે પરિણામ આવવાનું છે. ત્યારે દાવા સાથે કહી શકુ કે તાલુકા પંચાયતની ૧૮ સીટમાંથી ઓછામાં ઓછી ૧૨ બેઠકો તેમજ જીલ્લા પંચાયત ત્રણેય બેઠકો ઉપર કોંગ્રેસ પક્ષના ઉમેદવારો વિજય બનશે. જયારે પરિણામ આવશે ત્યારે ભાજના નેતાઓની આંખો ખુલ્લી જશે અને વિકાસની પોલ પણ મતદારા ખોલી નાખશે તેમ અંત્મા ધારાસભ્ય લલીત વસોયાએ જણાવ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.