ઉપલેટા: રેશ્મા પટેલ ભાજપનો ખેસ ઉતારવાની તૈયારીમાં

192

એનસીપીની ઘડિયાળ કાંડે બાંધે તો નવાઈ નહીં, પોરબંદર લોકસભા લડવા માટે ઉપલેટામાં રહેણાંક કરી પડાવ નાખ્યો

દેશની લોકસભાની ચુંટણીના ઢોલ ધબુકી રહ્યા છે. વિવિધ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારવા મથામણમાં છે ત્યારે રાજકિય મહારથીઓ પણ પોતાના બંધ બેસતા પક્ષો સાથે ગોઠવણમાં ગળાડુબ છે ત્યારે ગુજરાત ભાજપના બાગી નેતા બે દિવસમાં પોતાનાં કમળવાળો ભગવો ખેશ ઉતારી પોતાના કાંડે ઘડિયાર બાંધે તો નવાઈ નહીં.

પોરબંદર લોકસભા બેઠક ઉપર ભાજપના મહિલા બાગી નેતા રેશ્મા પટેલે પોતાનું મન બનાવી લીધું છે. અગાઉ અનેક વખત પોતાની વાત જાહેરમાં કહી ચુકેલા રેશ્મા પટેલ પોરબંદર લોકસભા બેઠક અંકે કરવા પોતાના રાજકિય પાસાઓ સજાવી લીધા છે. છેલ્લા પાંચ દિવસ થયા ઉપલેટાના કોલકી રોડ ઉપર આવેલ આસ્થા રેસીડેન્સીમાં પોતાનું નિવાસ સ્થાન બનાવી મીટીંગોમાં વ્યસ્ત બનેલા રેશ્મા પટેલના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રેશ્મા પટેલ પોતાનો કમળરૂપી કેશરીયો ખેશ ઉતારી પોતાના કાંડે એનસીપી રૂપી ઘડિયાર બાંધવા જઈ રહ્યા છે.

રેશ્મા પટેલ ચાર વર્ષ પહેલા પાટીદાર અનામત આંદોલન થકી સમગ્ર રાજયમાં યુવાનોમાં જાણીતો ચહેરો બની ઉપસી આવ્યા છે ત્યારબાદ સમાજની અનામતની વિવિધ માંગને લઈ ગત ધારાસભાની ચુંટણી સમયે ભાજપનો ભગવો ખેશ ધારણ કરેલ હતો. દોઢ વર્ષના ગાળાના ભાજપે અનામત આંદોલન કરી શહિદ થયેલા ૧૫ પાટીદાર યુવાનોની વિધવાઓને સરકારી નોકરી અહીં આપતા અને પડતર કેસો પાછા નહીં ખેંચવા સહિતની માંગોને કોઈ ઉકેલ નહીં આવતા રેશ્મા પટેલ છેલ્લા એક વર્ષ થયા ભાજપમાં રહી ભાજપના રાજય અને કેન્દ્રના નેતાઓને ભાંડવામાં કોઈ કરાર છોડી નહોતી ત્યારે આગામી લોકસભાના ચુંટણીના ઢોલ વાગી રહ્યા છે.

અગાઉ જાહેર કરેલ તે મુજબ તેઓ પોરબંદર લોકસભા બેઠક ઉપર ભાજપની સામે ચુંટણી લડી ભાજપને ભારે પડવા જઈ રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં તેઓ વિધિવત રીતે અમદાવાદ ભાજપના કમલમ કાર્યાલયે વિશાળ ટેકેદારો સાથે ભાજપનો કમળરૂપી ભગવો ખેશ પરત કરવાનું મન બનાવી લીધું છે. સંભવત તેઓ એનસીપીની ઘડિયાર પોતાના કાંડે બાંધવા જઈ રહ્યા હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

Loading...