Abtak Media Google News

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં દેશના અર્થતંત્રને અને ધંધા રોજગાર ઉઘોગોને તેમજ બેરોજગારીને સર્વાગી બુસર ડોઝરૂપે રૂા. વીસ લાખ કરોડના આર્થિક પેકેજની દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા જાહેરાતના ભાગરુપે ત્યારબાદ તબકકાવાર દેશના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા તાજેતરમાં કિસાનોની ખેત પેદાશ અને ખેતીના ઇન્ફ્રાસ્ટ્રકચર એટલે કે ઉત્પાદન અને તેના સંગ્રહ તેનું વિતરણ કોલ્ડ સ્ટોરેજ, પ્રોસેસીંગ માટે ફંડ પ્રાથમીક કૃષિ સહકારી મંડળી ફર્નીચર પ્રોડયુસ ઓર્ગનાઇઝેશન કૃષિ ઉઘોગ, સાહસિકોને માળખું ઉભી કરવા માટે રૂ. એક લાખ કરોડ જેવું માતબર ફંડ આપવામાં આવશે.

રૂ. ર૦ હજાર કરોડ માછીમારો માટે આ યોજના હેઠળ મત્સ્યોઘોગ ક્ષેત્રમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના શરુ કરવા માટે જેમાં ૧૧૦૦ કરોડ ની રકમ માછીમારો માટે રૂ. ૯ હજાર કરોડ હાર્બર વિગેરે ઉભી કરવા અને લગભગ પપ લાખ લોકોને રોજગારી સમયે ૭૦ લાખ ટન ફીશરીઝ પ્રોડકશન થશે અને ૧ લાખ કરોડની નિકાસ થશે એવો સરકારનો અંદાજ છે.

પશુ પાલનમાં માળખુ ઉભુ કરવા રૂ. ૧પ હજાર કરોડ આ યોજના હેઠળ ડેરી પ્રોસેસીંગ, કેટલ ફંડ વગેરે ક્ષેત્રમાં વધારે મોટું માળખુ ઉભુ કરાવો જેથી દુધ દુધની બનાવટો તેનો સંગ્રહ તેમાં વૈલ્યુ એડીશન કરી શકાય.

આ ક્ષેત્રે ખાનગી રોકાણ મુડી રોકાણને પણ આકર્ષવામાં આવશે. રૂ. ૪ હજાર કરોડ હર્બલ પ્લાન્ટેશન દ્વારા દેશમાં બે વર્ષમાં મેડીશનલ પ્લાન્ટ, હર્બલ પ્લાન્ટનું વાવેતર વધે તેનો ઉપયોગ વધે તેની બનાવટની દવાઓ અને નિકાસ થાય એના માટે રકમની ફાળવણી થઇ છે. આગામી બે વર્ષમાં કેન્દ્ર સરકારે ૧૦ લાખ હેકટરમાં હર્બલ વાવેતર થાય તેવો લક્ષ્ય રાખ્યો છે.

આ બધી યોજનાઓ દ્વારા ખેડુતોનો ૫ હજાર કરોડની આવક વધારવા નો અંદાજ રાખી રૂ. પ૦૦ કરોડ મધમાખીના ઉછેર માટે ખેતરમાં મધમાખીની હાજરી જમીન સંરક્ષણ માટે આવકાર્ય છે.

આ પેકેજની વિગતો જોતા નજીકના ભવિષ્યમાં ખેડૂતો, ખેતી, ખેતઉઘોગો, પશુપાલન અને ડેરી ઉઘોગો, મત્સ્યઉઘોગ એમ તમામ ક્ષેત્રે સરકારનું આ પેકેજ ખેડુતોની આવકમાં વૃઘ્ધિ કર્તા બની રહેશે જેને ઉપલેટા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ તથા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ માધવજીભાઇએ આવકારેલ છે. અને વડાપ્રધાન, નાણામંત્રીને આવા માતબર પેકેજ ફાળવવા બદલ અભિનંદન આપ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.