Abtak Media Google News

અમદાવાદ શહેર-જીલ્લામાં નિકુલસિંહ તોમરને જવાબદારી

આગામી મહિનાઓમાં આવી રહેલી જીલ્લા અને તાલુકા પંચાયત સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં રાજયના ત્રીજા નિર્ણાયક પરિબળ તરીકે એનસીપી મેદાનમાં આવી રહ્યું હોય ત્યારે રાષ્ટ્રીય સ્તરેથી અપાયેલી સુચના અનુસંધાને પ્રદેશ પ્રમુખ દ્વારા અમદાવાદ શહેર-જીલ્લા માં તોમર અને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી પટેલને સોંપવામાં આવી છે.

એન.સી.પી. ના પ્રદેશ પ્રમુખ જયંતિ બોસ્કીએ રાષ્ટ્રીય પ્રમુખ શરદ પવાર સાથે ચર્ચા વિચારણા કરી આગામી સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં એન.સી.પી. સમગ્ર રાજયમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે તે માટે સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી પ્રદેશ મહિલા એન.સી.પી.ના પ્રમુખ અને એનસીપીના પ્રદેશ પ્રવકતા રેશ્મા પટેલને સઁપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

જયારે અમદાવાદ શહેર-જીલ્લાની જવાબદારી પ્રદેશ ઇન મહામંત્રી નિકુલસિંહ તોમરને સોંપવામાં આવી છે રેશ્મા પટેલ અગાઉ જુનાગઢ મહાનગરપાલિકાની ચુંટણીમાં એનસીપીએ ઝનુનથી લડત કરતા પાંચ બેઠક ઉપર પોતાના ઉમેદવારોને વિજયબનાવી શકી હતી સૌરાષ્ટ્રમાં ખાસ આંદોલન વખતે રેશ્મા પટેલે અનેક સભા ગજવી ભારે લોક પ્રિયતા હાંસલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.