ઉપલેટા માર્કેટીંગ યાર્ડ કાલથી જન્માષ્ટમી નિમિતે બંધ રહેશે

ખેડૂતોને માલ ન લઈ આવવા અપીલ

ઉપલેટા માર્કેટીંગ યાર્ડમાં જન્માષ્ટમી નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ કાલથી રજા રાખવામાં આવશે જેથી ખેડુતોને માલ ન લઈ આવવા અપીલ કરાઈ છે. આ અંગે માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી રાજભાઈ ઘોડાસરાની યાદીમાં જણાવેલ છે કે આગામી જન્માષ્ટમી નિમિતે તા. ૬-૮ થી ૧૮-૮ સુધી માર્કેટીંગ યાર્ડમા જાહેરહરાજીનું કામકાજ બંધ રહેશે. જેથી દરેક ખેડુતો એજન્ટ વેપારીઓને માલ યાર્ડ ખાતે ન લઈ આવવા વિનંતી કરાઈ છે. આજથી તમામ જણસીની આવક બંધ કરી દેવામાં આવશે. તા.૧૮.૮ને મંગળવારથી યાર્ડની હરાજી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે જેની ખેડુતભાઈઓ વેપારીઓએ નોંધ લેવી.

Loading...