Abtak Media Google News

ડુમીયાણી સંકુલ શૈક્ષણીક સાથે રમત ગમત અને સાંસ્કૃતિનું ક્ષેત્રે પણ મોખરાનું સ્થાન ધરાવે છે

ઉપલેટા તાલુકાના ડુમીયાણી ગામે માજી સાંસદ માજી મંત્રી બળવંતભાઈ મણવરના વડપણ નીચે ચાલતી વ્રજભૂમિ આશ્રમ શૈક્ષણીક સંકુલ માં દરેક ધર્મના અને દરેક જ્ઞાતિનાં વિદ્યાર્થી ભાઈ બહેનો અભ્યાસ કરે છે. આ સંસ્થા શિક્ષણ ક્ષેત્રે સારૂનામ છે. પણ સંસ્થાના વિદ્યાર્થી ભાઈ બહેનો તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અને રાજય કક્ષાએ સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને રમત ગમત પ્રવૃત્તિમાં ભાગ લઈને નંબર લાવે છે.

ડુમીયાણી વ્રજભૂમિ આશ્રમમાં જય અંબે ગરબી મંડળ છેલ્લા ત્રેત્રીસ વર્ષથી ચાલે છે. સંસ્થાની જય અંબે ગરબી મંડળ દ્વારા ડુમીયાણી સંસ્થામાં દર વર્ષે તાલુકા કક્ષાની ગરબીઓની પ્રાચીન અને અર્વાચીન ગરબાની હરિફાઈનું આયોજન થાય છે. જેનો એક થી ત્રણમાં નંબર આવે તેને રોકડરકમ રૂપે ઈનામ આપવામાંઆવે છે.તેમજ હરિફાઈમાં ભાગ લેતી દરેક ગરબીઓને પ્રોત્સાહિત રકમ આપવામાં આવે છે. ડુમીયાણી વ્રજભૂમિ આશ્રમની જય અંબે ગરબી મંડળ છેલ્લા ૨૫ વર્ષથી યુવા અને સાંસ્કૃતિક વિભાગ (ગુજરાત રાજય) દ્વારા દર વર્ષે યોજવામાં આવે છે.

ડુમીયાણી વ્રજભૂમી આશ્રમની જય અંબે ગરબી મંડળ છેલ્લા ૨૫ વર્ષથી યુવા અને સાંસ્કૃતિક વિભાગ (ગુજરાત રાજય)દ્વારા દર વર્ષે યોજવામા આવતી જિલ્લા કક્ષાની રાસ ગરબા હરિફાઈમાં ભાગ લઈને એકનંબર અને બે નંબર પર આવે છે. અને રાજય કક્ષાએ પણ રાસ ગરબા હરિફાઈમાં ભાગ લે છે.

સંસ્થા વિદ્યાર્થીઓ ભાઈઓની ટીમ પણ રાસ ગરબા ક્ષેત્રે સારી નામના ધરાવે છે. આ સંસ્થાની જય અંબે ગરબી મંડળની વિશેષતા એ છેકેભાઈઓની રાસ ગરબા કરે છે. અને દરેક જ્ઞાતિનાં અને દરેક ધર્મના ભાઈ બહેનો સંસ્થાના નવરાત્રીનાં રાસોત્સવમાં ગરબા લે છે. નવરાત્રીની પૂર્ણતામાં સંસ્થાના ટ્રસ્ટી સવિતાબેન મણવર તરફથી ભાગ લીધેલા દરેક બહેનોને અને ભાઈઓને લાણી આપવામા આવે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.