Abtak Media Google News

તાલુકા ભાજપ પ્રમુખ માકડિયાની મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર પાઠવી રજુઆત

ચાલુ વર્ષે થયેલ અતિવૃષ્ટિ અને મગફળીની ખરીદીનું રજીસ્ટ્રેશનનો એક જ અરજીમાં સમાવેશ કરવા તાલુકા ભાજપના પ્રમુખ માકડિયાએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખી રજુઆત કરી છે. તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ માકડિયાએ તાલુકાના ખેડુતોની માંગણીને ધ્યાનમાં રાખી રાજય સરકારે ખેડુતો માટે જે અતિવૃષ્ટિનું સહાય પેકેજ જાહેર કરેલ છે.

આ પેકેજમાં લાભ લેવા માગતા ખેડુતોને આગામી ૧લીએ સહાય માટે ઓનલાઈન અરજી કરવાની રહે છે જયારે ખેડુતોને તેના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજય સરકારે મગફળીના ટેકાના ભાવ જાહેર કરી ખેડુતોને પુરતા પોષણક્ષમ ભાવ મળી રહે તેવા પ્રયાસો કર્યા છે. ખેડુતો પોતાની મગફળી ટેકાના ભાવે આપવા માંગતા હોય તો તેનું રજીસ્ટ્રેશન પણ ૧લીએ કરાવવાનું રાજય સરકારે જાહેર કરેલ છે ત્યારે તાલુકાના ખેડુતોનું એક પ્રતિનિધિ મંડળે તાલુકા ભાજપના પ્રમુખ સંજયભાઈ માકડિયાને મળી એવી રજુઆત કરેલ કે મગફળીની ખરીદી અને અતિવૃષ્ટિની સહાયની અરજી એક જ રજીસ્ટ્રેશનમાં થાય તો ખેડુતોને સમય અને પૈસા બનેની બચત થાય, બંનેની અરજી અલગ-અલગ કરવામાં આવે તો રજીસ્ટ્રેશન માટે ખેડુતોની લાંબી લાઈન લાગશે આને કારણે ખેડુતોનો સમય અને પૈસા બંને વેડફાશે.ખેડુતોની માંગણી વ્યાજબી હોય ત્યારે તાલુકા ભાજપના પ્રમુખ સંજયભાઈ માકડિયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કૃષિમંત્રી આર.સી.ફળદુને ખેડુતોના હિતમાં પત્ર લખી આ પત્રમાં આગામી ૧લીથી મગફળી ખરીદી અને અતિવૃષ્ટિ સહાયની અરજી એક જ રજીસ્ટ્રેશનમાં સમાવેશ કરવા માંગણી કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.