Abtak Media Google News

ચેમ્બર દ્વારા બોલાવાયેલી બેઠક બિન રાજકીય હતી પણ પાછળથી રાજકારણ ધુસતા બધડાટી: સામ સામે હાંકલા પડકારા થતા અનેક પ્રબુઘ્ધ નાગરીકો બેઠક છોડીને જતા રહ્યાં

ઉપલેટાના ડુમિયાળી ગામ પાસે આવેલ ટોલનાકા જયારથી અતિસ્વમાં આવેલા ત્યારથી કોઇના કોઇ ‚પ વિવાદમાં રહે છે.અગાઉ ટોલનાકા ના મુદ્દે જયારથી અતિસ્વમાં આવવામાં હતુ ત્યારથી આજ સુધી ચેમ્બર સહીતની સંસ્થાઓ આંદોલન કરતી આવી છે. છતાં આજ દશ વર્ષથી પણ સ્થીતી જૈશે થે જયારે જયારે ટોલનાકાની કંપની દ્વારા સ્થાનીક વાહન ચાલકો પાસેથી ભાવ વધારો લેવામાં આવે છે. ત્યારે ચેમ્બરના નેતા નીચે આંદોલન કરવામાં આવે છે.

પણ કોઇને કોઇ રુપે આંદોલન અઘ્ધ વચ્ચે બંધ કરી દેવામાં આવે છે. ત્યારે હાલમાં બે માસ થયા ટોલનાકાની કંપની બદલતા ગત ૧લી તારીખથી લોક વાહન ચાલકો પાસેથી રૂ ૪૫ ના બદલે રૂ ૯૦ વસુલાત કરવામાં આવતા વાહન ચાલકોમાં ભારે દેકારો બોલી ગયો હતો. દર વખતની જેમ ફરી પાછી ચેમ્બર ઓફ કોમર્સ મેદાનમાં આવી ટોલનાકા દ્વારા ભાવ વધારાના મુદ્દે બીન રાજકીય બેઠક બોલાવવામાં આવી હતી.

પણ બેઠક ચાલુ થઇ ધારાસભ્ય નગરપતિ, ચેમ્બરના પ્રમુખ, પ્રબુઘ્ધ નાગરીકોએ પોતાના મંતવ્યો રજુ કર્યા બાદ વાતાવરણ ઉગ્ર બનતા હાજર રહેલા આગેવાનો પક્ષકારોએ મામલો સંભાળી લઇ બેઠકને શાંત પાડેલ પણ ટોલનાકા અને ભાવ વધારા મુદ્દે આક્ષેપો પ્રતિ આક્ષેપો થવા લાગતા ચેમ્બરના પ્રમુખ વિનુભાઇ ધેરવડાએ મીટીંગ પૂર્ણ થઇ ગયેલ જાહેર કરતઅ અમુક વેપારીઓ અને વિવિધ સમાજ આગેવાનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. અને જાહેરમાં કહેવા લાગેલ કે જો બેઠકમાં કોઇને બોલવા જ ન દેવા હોય તો અમને બોલાવાની શું જરુર હતી.

ચેમ્બર દ્વારા બોલાવામાં આવેલી બેઠક બીન રાજકીય હતી તેમ ચેમ્બર બેઠક બોલાવતા પહેલા કહી ચુકી હતી. મીટીંગમાં એક બીન રાજકીય કમીટીની રચના પણ કરવાની હતી તે સમીતી ટોલનાકાના પ્રશ્ન ટોલનાકાના મેનેજમેન્ટ સાથે ચર્ચા વિચારણા કરે પણ બીન રાજકીય સમીતીની રચના પ્રજાને વેપારીઓની વચ્ચે કરવાને બદલે બંધ બારણે સાત વ્યકિતઓની સમીતી બની જતા ભારે ગણગણાટ થવા પામેલ હતો.

ધારાસભ્ય લલીતભાઇ વસોયા શું કહે છે2 80ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ જણાવેલ છે કે છેલ્લા એકાદ દાયકાથી ટોલનાકાના મુદ્દે ચેમ્બર દ્વારા આંદોલનો થાય છે. પણ પરિણામ શુન્ય છે મોટાભાગના લોકો એમ કહે છે કે આ ટોલનકુ ગેર કાયદેસર છે પણ મારા જાણવા મુજબ બે ટોલ બુક વચ્ચેનું અંતર ૬૦ કિલોમીટર હોવું જોઇએ જયારે વનાણા ટોલનાકુ અને ડુમિયાણીનું ટોલનાકા વચ્ચે ૭૫ કી.મી.નું અંતર છે ત્યારે ઉ૫લેટાના સૈવ આગેવાનો એક મજબુ રીતે લડત કરી આ ટોલનાકુ ગામથી ૧પ કી.મી.  દુર થતું રહે તેવા લડતના મંડાણ કરવામાં આવે તો આવનારા દિવસોમાં ટોલનાકા મુદે કાયમીના સુખદ અંત આવી શકે આ ટોલ બુથ માટે જે કોઇ લડત કરવાની થાય તે ચેમ્બરની આગેવાનીમાં હું સાથે રહીશ પણ લડત સફળ થવી જોઇએ તેવી મારી માંગણી છે.

ટોલનાકા ઉપર નિયત મુજબ કર લેવાય છે: મેહુલ ચંદ્રવાડીયા3 53ઉ૫લેટા પાસે આવેલ ડુમિયાણી ટોલ નાકા ઉ૫ર કર વસુલાત અંગે ટોલનાકાના વતી મેહુલ ચંદ્રવાડીયાએ જણાવેલ કે અમો નેશનલ હાઇવે ઓથોરીટીના નિયમ મુજબ કરતા વસુલાત કરીએ છીએ પણ લોકલ વાહન ચાલકોને કર વધુ લાગતો હોય તો ર૦ કી.મી. ની ત્રિજીયામાં આવતા વાહન ચાલકો માટે ૩૦ દિવસ મા૮ટે રૂ ૨૫૫/- નો પાસ પણ કાઢી આપવામાં આવે છે. અમો અગાઉ કલેકટર અને ચેમ્બરની મળેલી મીટીંગમાં થયેલ સમજુતી મુજબ રૂ ૯૦/- ની વાહન ચાલકો પાસેથી કરીએ છીએ પણ ગામના આગેવાનો વેપારીઓની રજુઆતને ઘ્યાનમાં લઇ આગામી દિવસોમાં ટોલનાકાના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી ગામના હિતને ઘ્યાનમાં રાખી નિર્ણય કરવામાં આવશે.

પાલિકા પ્રમુખ ચંદ્રવાડીયા તથા સોજીત્રાએ લડતને ટેકો જાહેર કર્યોUntitled 1 59આ ટોલનાકા મુદ્દે બોલાવાયેલી ચેમ્બર દ્વારા બેઠકમાં ઉપલેટા પાલિકાના પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયાએ જણાવેલ કે આ ટોલનાકાના મુદ્દે જે કોઇ કાયદાકીય લડત લડવાની થાય તેમાં મારા સંપૂર્ણ સહમતિ છે. જયારે બેઠકમાં ઉ૫સ્થિત કારોબારી સમીતીના ચેરમેન હરસુખભાઇ સોજીત્રાએ જણાવેલ  હાલમાં જે ટોલબુક ઉપર રૂ ૯૦/- નો કર વસુલાત કરવામાં આવે છે તે ખરેખર પ્રજા માટે વધુ કહેવાય આ માટે સમગ્ર ગ્રામજનો અને વેપારીઓએ એક થઇ લડત આપે તો ધાર્યુ પરિણામ મેળવી શકાય આ લડતમાં હું સાથે રહીશ

લોકો અને વેપારીઓના હિત માટે ટોલનાકાના મુદ્દે હાઇકોર્ટના દ્વાર ખખડાવીશ: મયુર સોલંકીPhotogrid 1542916486602આર.ટી.આઇ. એકિટીવીના મયુર સોલંકીએ જણાવેલ કે ગઇકાલે મીટીંગની વાત ત્યાંજ રૂ ૯૦/- બદલે રૂ ૪૫/- થઇ ગયા પણ હાલમાં આ ટોલનાકાના ઉપર કર ઉધરાવતી કંપની દ્વારા સીકસ લેન રોડના નિયમ મુજબ કરાર થયેલા છે. તે સિકસ લેન મુજબ શહેરને સર્વીસ રોડની સુવિધા મળે છે.

જો સર્વીસ જો સર્વિસ રોડની સુવિધા મળે તો સમગ્ર લોકલ વાહનોને ફ્રી થઇ જાય તેમ છે. આ કંપનીએ નેશનલ હાઇવે ઓથોરીટીએ જે કરાર કરેલ છે તેમાં પણ સર્વીસ રોડ આપવો તેવું લેખીતમાં આપેલ  છે પણ આ કંપનીને આપતિ નથી તેને કારણે વાહનોને કર ભરવો પડે છે.

વધુમાં આરટીઆઇ એકટીવીસ મયુર સોલંકીએ જણાવેલ કે જે ચેમ્બર દ્વારા સમીતી બનાવામાં આવી છે તે ઘરના ભૂવાને ઘરના ડાકલા જેવી છે પણ ૬ લોકોના અને વેપારીની વાતને ઘ્યાનમાં લઇ જો યોગ્ય નહી થાય તો આગામી દિવસોમાં ટોલનાકા મુદ્દે હાઇકોર્ટમાં દ્વાર ખખડાવીશ

‚રૂ ૯૦ના બદલે રૂ ૪૫ ની લોકલ વાહન ચાલકો પાસેથી  વસુલાત કરવામાં આવશે :ચેમ્બર પ્રમુખ ધેરવડાPhotogrid 1542916326841આ અંગે ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિનુભાઇ ધેરવડાએ જણાવેલ કે હાલ પુરતુ લોકલ વાહન ચાલકો પાસેથી રૂ ૯૦/- ના બદલે રૂ ૪૫/- ની વસુલાત કરવામાં આવશે. અને ટોલનાકાના પ્રશ્ન લડત કરવા માટે સાત જણાની સમીતીમાં ચેમ્બરના પ્રમુખ વિનુભાઇ ધેરવડા, તાલુકા પંચાયતના  પ્રમુખ લાખાભાઇ ડાંગર, નગરપતિ દાનભાઇ ચંદ્રવાડીયા, ડો. ગુણવંત નાયક હારુનભાઇ માલવીયા, વિનુભાઇ ઘેટીયા અને નંદાભાઇ ઉઘાડની નિમણુંક કરવામાં આવેલ છે. આ હાલની આગામી દિવસોમાં લોકલ વાહન ચાલકો માટે ઓછામાં ઓછા ભાવ વસુલાત થાય તે માટે લડત કરવામાં આવશે અને આવતીકાલે શનિવારે ચેમ્બર ઓફ કોમર્સની મીટીંગ મળી રહી છે. તેમાં આગામી રણનીતી ઘડવામાં આવશે.

ચેમ્બરના પ્રમુખને ટોલનાકાના પ્રશ્ર્નમાં જ કેમ રસ છે: વેપારી અનિશ ચણા3 54ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટોલનાકાના કરના ભાવ વધારા મુદ્દે બોલાવામાં આવેલી બેઠકમાં શહેરના વેપારી અને મેમણ યુવા અગ્રણી અનિશ ચણાએ રોષ વ્યકત જણાવેલ કે ચેમ્બરના પ્રમુખ વિનુભાઇ ધેરવડા ને ટોલનાકાના વાહન ચાલકો પાસેથી કર વસુલાતના ભાવ મુદ્દે કેમ રસ છે શહેરના નાના વેપારીઓ ને છાશવારે પોલીસ હેરાન કરી પાટીયા પાસે રાખવામાં આવેલ માલ ઉપડાવે છે.

જયારે અમુકો લોકોએ ખુલ્લે આમ ફુટપાથો ઉપર દબાણ કરી કેબીનો રાખી દિધેલ છે. તે વાત પોલીસને ચેમ્બર કેમ કહી નથી શકતી ત્યારે ચેમ્બર પ્રમુખ વિનુભાઇ ધેરવડા એ મોટા વેપારીઓની સાથે નાના વેપારીઓના પ્રશ્ને પણ ઘ્યાનમાં લેવા જોઇએ ચેમ્બરના પ્રમુખને તમામ ચેમ્બરના સભ્યો અને તેના પ્રશ્નો સરખા ગણી ઉકેલવા જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.