Abtak Media Google News

ઉપલેટા નગરપાલિકા દ્વારા સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ:ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલ, ધારાસભ્ય લલિત વસોયા, સામાજિક કાર્યકર ડો. એ.જી.પટેલના હસ્તે પ્રતિમાનું અનાવરણ

કોઇપણ પક્ષનો માણસ હોય પણ કામ કરે તેની સાથે રહેજો: નરેશભાઇ પટેલ

અખંડ ભારતના શિલ્પી અને લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૫મી જન્મ જયંતિ નિમિતે તેની પુરી કદની પ્રતિમા ઉપલેટા નગરપાલિકા દ્વારા મુકવામાં આવી હતી. તેની અનાવરણ વિધી ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખના હસ્તે સંપન્ન કરવામાં આવી હતી.

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નીમીતે શહેરના રવિન્દ્રનાથ ટાગોર રંગ ઉપવનમાં સાદગી, ગરીમા પૂર્વક યોજાયેલા સમારંભમાં શહેરીજનો, સામાજીક ક્ષેત્રના અગ્રણીઓ ઉ૫સ્થિત રહ્યા હતા. મહેમાનોનું શબ્દરૂપી સ્વાગત નગરપાલિકાના પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયાએ કરી મહેમાનોને આવકાર્યા હતા. ત્યારબાદ સરદાર પટેલની પ્રતિમાની  અનાવરણ વિધિ જેના હસ્તે કરવામાં આવેલ હતી તે ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલે જણાવેલ કે આજના કાર્યક્રમમાં મને બે વસ્તુ મુખ્ય જોવા મળેલ તેમાં એક આ શહેરમાં કોઇપણ જાતના પક્ષાપક્ષી વગર શહેરના તમામ વરણના લોકો અહીં ઉ૫સ્થિત રહ્યા છે. તે શહેરની એકતાનું પ્રતિક છે.

01

બીજું એ કે આ શહેરના પ્રથમ નાગરીક દાભાઇ ચંદ્રવાડીયાનું જયારે સન્માન થઇ રહ્યું હતું ત્યારે તેઓ હર્ષના આશું રોકી શકયા ન હતા. વધુમાં જણાવેલ કે શહેર હોય કે રાજય પણ જે ભલુ કરનારો માણસ હોય, કામ કરતો માણસ હોય તેની સાથે હમેશા ઉભા રહેજો તેમાં જ ગામ અને રાજયનું ભલું થશે. આ તકે ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ જણાવેલ કે શહેરને એક એવા નગરપતિ મલ્યા કે વિપક્ષોને પણ તેના કામની કદર કરવાની ફરજ પડે છે. આજે સરદાર પટેલ ની જન્મ જયંતિ નિમિતે આપણે ભેગા મળી શહેરનો વિકાસ સૌ સાથે મળી કરીએ.

Img 20201103 104024

આ તકે ધારાસભ્ય છગનભાઇ સોજીત્રાએ જણાવેલ કે ઘણા સમયથી પાટીદાર સમાજની માંગણી હતી કે શહેરમાં સરદાર પટેલની પ્રતિમા હોવી જોઇએજે આજે શહેરના હાર્દ સમા જીનમીલ ચોકમાં સરદાર પટેલની પ્રતિમા મૂકીને નગરપાલિકાના પ્રમુખ તથા તેની ટીમે પાટીદાર સમાજનું સ્વપ્ન પુરુ કર્યુ છે. શહેરમાં છેલ્લા ૧૭ વર્ષથી દાનભાઇ ચંદ્રવાડીયાના નેતૃત્વમાં જે વિકાસ થઇ છે  તેમાં કોઇપણ જાતની પક્ષાપક્ષી વગર અમો કોંગ્રેસ વાળા પણ આવકારીએ છીએ. અને દાનભાઇ ચંદ્રવાડીયાની કામગીરીની નોંધ લઇએ છીએ, આ તકે પાટીદાર સમાજના અગ્રણી અને ભામાશા ડો. અરૂણભાઇ પટેલે (એ.જી. પટેલ ભાયાવદર) પોતાની શુભેચ્છા આપી શહેરના વિકાસને બિરદાવ્યો હતો.

Photogrid 1604304054814

આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય છગનભાઇ સોજીત્રા કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઇ ઝાલાવાડીયા, બ્રહ્મસમાજના પ્રમુખ પ્રદિપભાઇ જોષી, આહિર સમાજના પ્રમુખ નરેન્દ્રભાઇ સુવા, સંઘના પ્રમુખ વલ્લભભાઇ સખીયા, બેન્કના ડિરેકટર હરિભાઇ ઠુંમર, અગ્રણી ઉઘોગપતિ ધરણાતભાઇ સુવા, હકુભા વાળા, વિરલભાઇ કાલાવડીયા, અમિતભાઇ શેઠ, જગદીશભાઇ ગણાત્રા, પ્રવિણભાઇ દલસાણીયા, રમણીકભાઇ લાડાણી, કૃષ્ણકાંતભાઇ ચોટાઇ, પ્રવિણભાઇ કાલાવડીયા, નયનભાઇ જીવાણી, સુરેશભાઇ માકડીયા, મનીષભાઇ જાવીયા, કીરીટભાઇ કાલરીયા, ભુપતભાઇ કનેરીયા, લેઉવા પટેલ સમાજના અગ્રણી પરેશભાઇ ઉચદડીયા, જે.એમ. માંગરોલીયા, જગદીશભાઇ કપુપરા, ડાયાભાઇ ગજેરા, રાકેશભાઇ કપુપરા, પરસોતમભાઇ  સોજીત્રા, આહિર અગ્રણીઓ લાખાભાઇ ડાંગર, ધરણાંતભાઇ સુવા, ભિમભાઇ મ્યાત્રા, પુંજાભાઇ વરુ, મજબુતભાઇ હુંબલ, જોટવા જેઠાભાઇ ડેર, ભાયાભાઇ, અશોકભાઇ ચંદ્રવાડીયા, રમેશભાઇ ડેર, લક્ષ્મણભાઇ સુવા, ગોવિંદભાઇ નંદાણીયા, કરશનભાઇ ભીંડા, ઉકાભાઇ બારૈયા, ક્ષત્રિય સમાજના આઇ.ડી. જાડેજા, રાજભા ઝાલા, મહેન્દ્રસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ વાઢેર, કુમારસિંહ જાડેજા, મુસ્લીમ સમાજના રજાકભાઇ હિંગોરા, રશીદભાઇ શિવાણી, જુબેદ ધરાર, નદીમભાઇ થારા, સામાજીક આગેવાનો અશોકભાઇ શેઠ, હસમુખભાઇ રાજપરા, પ્રકાશભાઇ સોલંકી, નગર પ્રાથમીક શિક્ષણ સમિતિના નિકુલભાઇ ચંદ્રવાડીયા, ચંદ્રપાલસિંહ જાડેજા, નીશીનભાઇ વ્યાસ, ભરતભાઇ રાણપરીયા, હનીફભાઇ કોડી, કનુભાઇ બારૈયા, બહાદુરભાઇ ચંદ્રવાડીયા, ધર્મશભાઇ સોજીત્રા, વિજયભાઇ સોલંકી, નગર સેવકો જયશ્રીબેન  સોજીત્રા, જયોસનાબેન કનેરીયા, અસ્મિતાબેન કાલાવડીયા, જેન્તીભાઇ રાઠોડ, સુશિલાબા જાડેજા, વર્ષાબેન કપુપરા, ઉષાબેન વસરા, રાણીબેન ચંદ્રવાડીયા, અશ્ર્વિનભાઇ  બારૈયા, ફેમિદાબેન વ્યાસ, સનાબેન વિજાણી હાજીભાઇ શિવાણી, શિયાજભાઇ હિગોરા, બાંદુભાઇ શેખ, સહિત શહેરના સામાજીક ઉઘોગપતિઓ કેળવણીકારો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નગરપતિ દાનભાઇ ચંદ્રવાડીયા, ઉપપ્રમુખ રણુભા જાડેજા, કારોબારીના સર્વે ચેરમેન જયશ્રીબેન સોજીત્રા, ચીફ. ઓફીસર  આર.સી. દવેની આગેવાની હેઠળ નગરપાલીકાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

સન્માન વેળાએ નગરપતિ રડી પડયા

04

સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે પુરા કદની પ્રતિમા શહેરને અર્પણ કરતા તેમજ શહેરના વિકાસમાં છેલ્લા સતર વર્ષથી મહત્વનું યોગદાન આપનાર નગરપતિ દાનભાઇ ચંદ્રવાડીયાનું શહેરાજના તેમજ પાટીદાર સમાજ દ્વારા અકેદરુ સન્માન કરાતા તેઓની આંખમાં હરખના આશુ રોકી શકયા ન્હોતા. આની નોંધ પાટીદાર સમાજના મોભી નરેશભાઇ પટેલે પણ ચાલુ કાર્યક્રમે લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.