Abtak Media Google News

આત્મવિલોપન કરનાર ભાનુભાઇના પરિવારને ન્યાય આપવાની માગ

પાટણના દુદાખા ગામના અનુસુચીત જાતીના ગરીબ પરિવારે સરકારી પસાહી હતાની ચરીયાણ જમીનમાં દબાણ કરી ખેતી કરી પોતાના પરીવારનું પેટીયું ભરતા હતા અને આ જમીનને તેમના ખાતે નિયમિક કરાવવાના કામે દિવંગત ભાનુભાઇ વણકરને પોતાના માટે નહી પણ પોતાના સમાજના ગરીબ પરીવારને ખેડીખાવા ખેતીની જમીનનો ટુકડો અપાવવા માટે આત્મ વિલોપન કરવાની ફરજ પડેલ છે.

ભાનુભાઇ વણકરે આ સવાલવાળી જમીન મેળવવા માટે વર્ષોથી રજુઆતો કરતા આવ્યા છે અને છેલ્લા વર્ષ ૨૦૧૫ થી અવાર નવાર લેખીત અને મૌખિક રજુઆતો કરતા હતા જેમાં મહેસુલ વિભાગ ગાંધીનગર દ્વારા પાટણ જીલ્લા કલેકટરને દબાણકારોનું દબાણ નિયમિત કરવા દરખાસ્ત પણ મોકલી આપેલ હતી આ દરખાસ્ત ઠરાવ મુજબ સવાલવાળી જમીન માટેની પાત્રતા ધરાવતા હોવાથી અરજદાર ભાનુભાઇ વણકર દ્વારા ‚રૂ। ૨૨,૨૩૬/- અંકે રૂ। બાવીસ હજાર બસ્સો

છત્રીસ પુરાની રકમ ચલણથી સરકારમાં ભરપાઇ પણ કરવામાં આવેલી હતી.

આ બાબતે સરકાર અને તંત્ર દ્વારા કોઇજ નોંધ લેવામાં ન આવતા તંગ આવીને કંટાળીને તેમના દ્વારા તા. ૧૫-૨ ને ગુરુવાર ના રોજ ૧૩.૦૦ કલાકે પાટણ કલેકટર કચેરી ખાતે જમીનના નાના ટુકડા માટે પોતાની જાતની ભાનુભાઇ વણકરે જલાવી આત્મ વિલોપન કરી લેવા કેરોસીન છાંટી સળગી ઉઠવા મજબુર બનેલ.

આ અંગે યોગ્ય કાર્યવાહી થવી જોઇએ તેવી માંગ સાથે ઉપલેટાના રાષ્ટ્રીય દલીત મહસિંધે રાજયપાલને રજુઆત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.