ઉપલેટા: વેણુ ડેમ જોવા ગયેલા યુવાનનું સેલ્ફી લેવા જતા મોત

આહિર પરિવારના આશાસ્પદ યુવાનના મોતથી સર્જાઇ કરૂણાંતિકા

ઉપલેટાના સુવા પ્લોટમાં રહેતા આહિર પરિવારનો યુવાન પુત્ર મિત્રો સાથે વેણુ ડેમ જોવા ગયા બાદ નદીના કાંઠે સેલ્ફી લેવા જતા પાણીમાં ડુબી જવાથી મોત ને ભેટયો.

ભાયાવદર પોલીસમાંથી થતી વિગતો મુજબ ઉ૫લેટાના કચરાડીયા ચોક પાસે સુવા પ્લોટમાં રહેતા આહિર પરિવારનો યુવાન પુત્ર જયેશ માલદેભાઇ કનારા (ઉ.વ.રપ) મિત્રો સાથે ગધેથર ગામ પાસે આવેલ વેણુ ડેમ જોવા ગયો હતો. આ દરમ્યાન જયેશ નદીના કાંઠે ઉભા રહી સેલ્ફી લેવા જતા પગ લપસી જતા નદીમાં ભરેલ પાણીમાં પડી જતાં તેમનું ઘટના સ્થળે મોત થયું હતું. મરણ જનાર બે ભાઇઓ હતા તેમાં જયેશ નાનો ભાઇ હોવાનું અને અપરણીત હોવાનું જાણવા મળેલ છે.

જયોશના પિતા માલદેભાઇ ખેતી કામ કરી પરિવારનું ગુજરાત ચલાવે છે યુવાન પુત્રનું મોત થવાથી આહિર સમાજમાં ધેરા શોક છવાયો છે.

Loading...