Abtak Media Google News

૨૦૧૯ની લોકસભા ચૂંટણી પૂર્વે કોગ્રેંસને મોટો ફટકો જ્યારે મોદી સરકારની મોટી જીત

યુ.પી.એ વખતમાં થયેલાં ઓગષ્ટા વેસ્ટ લેન્ડ હેલીકોપ્ટર સ્કેમનો વચ્ચેટીયો ક્રિસચેન મિસેલને ભારત લાવવા માટે ભાજપ સરકારને ખૂબ જ મોટી સફળતા હાથ મળી છે. સીબીઆઇના જોઇન્ટ ડાયરેક્ટર સાઇમનોહરના નેતૃત્વમાં એક વિશેષ દળ ગયા અઠવાડિયે મિસેલને લાવવા દિલ્હી ગઇ હતી અને તમામ પ્રત્યાપણની ઔપચારિકતા પૂરી કરી મિસેલને ભારત પરત લાવવા માટે સફળતા પણ મેળવી હતી. વીવીઆઇપી હેલીકોપ્ટર સોદામાં થયેલા સ્કેમનો વચ્ચેટીયો મિસેલને ભારત લાવવા સુપર પ્રૂફ યોજના બનાવવામાં આવી હતી. બોફર્સ કાંડ પછી આ એક એવો મામલો હતો જેમાં ભારતને હાઇપ્રોફાઇલ વ્યક્તિને ભારત પરત લાવવામાં સફળતા મેળવી હતી. બેકીંગ લોન ફ્રોડ અને બેંક ફ્રોડના આરોપીને પકડવા મોદી સરકાર બેકફૂટ પર ચાલી ગઇ હતી. પરંતુ મિસેલ જેવા હાઇપ્રોફાઇલ વચ્ચેટીયાને ભારત લાવવા ભાજપને ખૂબ જ મોટી સફળતા મળી છે.

૨૦૧૯માં જ્યારે લોકસભાની ચુંટણી આવી રહી છે ત્યારે મિસેલના પ્રત્યાપણથી ભાજપ સરકારને બહોળી સફળતા મળવાના એંધાણ થઇ રહ્યાં છે કેન્દ્રની બી.જે.પી. સરકારે ગાંધી પરિવારનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે યુ.પી.એ. કાળમાં થયેલાં આ કૌભાંડમાં મળેલી સફળતા એ ખૂબ મોટી વાત છે જેને લઇ કોગ્રેંસને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ કાર્યથી ભ્રષ્ટાચાર માટે લડી રહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પગલાંને વખાણવામાં આવ્યા હતાં. ઓગષ્ટા વેસ્ટ લેન્ડ કૌભાંડના મામલે મિસેલ અને સાથી આરોપીઓની સાથે ષડયંત્ર રચવાનો આરોપ મુકવામાં આવ્યો છે. વીવીઆઇપી હેલીકોપ્ટર ડીલમાં સહઆરોપીઓમાં તત્કાલીન વાયુ સેના પ્રમુખ એસ.પી. ત્યાગી અને તેમનાં પરિવારનો પણ સમાવેશ થયો છે. આરોપ એવું પણ લગાડવામાં આવ્યો છે કે વીવીઆઇપી હેલીકોપ્ટરની ઉડાણ ભરવા માટેની ઉંચાઇ ૬,૦૦૦ મીટરની હોય છે જેને ઘટાડી ૪૫૦૦ મીટર કરતાં પોતાના પદનો દૂર ઉપયોગ કર્યો હતો. મિસેલ ક્રિસચેન ૧૯૮૦ના દાયકામાં કંપની સાથે કામ કરી રહ્યો હતો જેમનાં પિતા પણ ભારતીય ક્ષેત્ર સાથે સંકડાયેલી કંપનીમાં પણ કામ કરી ચુક્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મિસેલ વારંવાર ભારત આવતો હતો અને ભારતીય વાયુ સેના તથા રક્ષા મંત્રાલયમાં સેવા નિવૃત્ત તથા કામ કરનારા અધિકારીઓ સાથે એક મોટા નેટવર્ક થકી વચ્ચેટીયાનો ભાગ ભજવતો હતો. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે યુ.પી.એ સરકાર સાથે રણનીતી સંબંધોને મજબૂત કરવા પ્રયત્નો કરવામાં આવ્યા હતાં. મિસેલ બ્રિટિશ નાગરિત્વ ધરાવતા હોવાના કારણે આ પ્રત્યાપણ ખૂબ જ મહત્વનું બન્યું છે. મિસેલ ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેને ૨૯૫ કરોડ ઓગષ્ટા વેસ્ટ લેન્ડ પાસેથી લઇ ભારતીય રાજકારણીયો તથા અધિકારીઓને આપ્યા હતાં અને ૩૭,૦૦ કરોડની ડીલ જેમાં ૧૨ વીવીઆઇપી ચોપરને વેસ્ટ લેન્ડ પાસેથી ખરીદવાનો આરોપ લગાવ્યો હતો.

સોનિયારાહુલના ૨૦૧૯ના ઇન્કમટેક્સ કેસ રિઓપન કરાશે!!!

સુપ્રિમ કોર્ટે ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટને સુચન કરતાં જણાવ્યું હતું કે કોગ્રેંસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમનાં માતૃશ્રી સોનિયા ગાંધીના ૨૦૧૧-૧૨ના ટેક્સ અસેસમેન્ટને લઇ ફાઇલ રિ-ઓપન કરીને કાર્યવાહી કરવાનું સુચન પણ કર્યુ છે. સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે આ મુદ્ે રિ-અસેસમેન્ટ કરાવવું ખૂબ જ અનિવાર્ય છે. ન્યાયમૂર્તિ એ.કે. સિક્રી, અશોક ભૂષણ અને એસ.અબ્દુલ નાઝિરની બેંચે જણાવ્યું હતું કે ભુંકપ બંને પક્ષો માટે ન્યાય સંગત હશે અને સ્પષ્ટ કરશે કે કેસની યોગ્યતા અંગે કોઇ અભિપ્રાય વ્યક્ત કરી રહ્યું નથી જ્યારે અંતિમ સુનાવણી માટે બેંચે ૮ જાન્યુઆરીના રોજ કેસ દાખલ કર્યો છે. અરજદારોની હાજરીમાં વચગાળાના આદેશને પસાર કરવા સુપ્રિમ કોર્ટના સુચન સાથે તરત જ સંમત થયાં હતાં પરંતુ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ તેનો વિરોધ્ધ દાખવ્યો હતો. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ ઉચ્ચ અદાલતનો સંપર્ક કર્યો હતો જ્યારે દિલ્હી હાઇકોર્ટે તેમની અરજીને રદ્ કરી દીધી હતી અને વર્ષ-૨૦૧૧-૧૨ માટે તેમના ટેક્સ અસેસમેન્ટને લઇ ફાઇલ ફરીથી ખોલવાનો નિર્ણય લીધો હતો.

દિલ્હી હાઇકોર્ટે જણાવ્યું હતું કે યંગ ઇન્ડીયનમાં ગાંધી અને ફર્નાડીસ પાસે શેરના સંપાદનની જાહેરાત કરવાની પ્રાથમિક જવાબદારી હતી. ડિસેમ્બર-૨૦૧૭માં યંગ ઇન્ડીયાએ પસાર કરી હતી. જેમાં તેઓએ કપ્પટપૂર્ણ લેવાયેલા પગલાં અને યોજનાને ખારીજ કરવા માટેનો આરોપ પણ મુક્યો હતો ઓર્ડર મુજબ ૨૦૧૦-૧૧માં નજીવી આવક ધરાવતી કંપનીને રદ્ કરી હતી. જ્યારે આયકર વિભાગ દ્વારા કરવેરાની ચુકવણીને રદ્ કર્યા બાદ ટેક્સની માંગ તેના પર લાદવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.