Abtak Media Google News

આવશ્યક ચીજવસ્તુઓ માટે સુપર માર્કેટ-મોલમાં ફોન કરવો

શહેરમાં લોકો તરફથી રજુ થયેલ ૮૩૭૮ જેટલા ઓર્ડર મુજબ જીવન જરૂરી ચીજ વસ્તુઓની હોમ ડિલિવરી સુપર માર્કેટ મોલ દ્વારા કરવામાં આવી છે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિને નજર સમક્ષ રાખી રાજકોટ શહેરમાં વાઈરસ સંક્રમણ પ્રસરતું અટકાવવાના પ્રયાસોના ભાગ રૂપે રાજકોટ મહાનગરપાલિકા લોકોને શક્ય હોય ત્યાં સુધી પોતાના ઘરની બહાર ન નીકળવું પડે તે પ્રકારે જીવન જરૂરી ચીજ વસ્તુઓ તેમણે ઘેર બેઠા બેઠા જ કે પછી પોતાના ઘરની નજીકમાં આવેલી કરીયાણાની દુકાનેથી જ અનાજ, કઠોળ ઇત્યાદિ આવશ્યક વસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાયેલી છે. આ વ્યવસ્થા બરોબર  કાર્યરત  છે.

લોકો તરફથી રજુ થયેલ ૮૩૭૮ જેટલા ઓર્ડર મુજબ જીવન જરૂરી ચીજ વસ્તુઓની હોમ ડિલિવરી સુપર માર્કેટ અને મોલ દ્વારા કરવામાં આવી ચુકી છે, તેમ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

લોકો તરફથી આવશ્યક ચીજ વસ્તુઓની ખરીદી માટે ઘેર બેઠા બેઠા સુપર માર્કેટ અને મોલમાં ફોન પર આપવામાં આવતા ઓર્ડર હોમ ડિલિવરીની કાર્યવાહી સુનિશ્ચિત કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપલબ્ધ ડેટા અનુસાર, તા. ૦૯-૦૪-૨૦૨૦ સુધીમાં બિગ બજાર, ડી-માર્ટ, એકોર્ડ હાઈપર માર્ટ,  રિલાયન્સ માર્ટ દ્વારા કુલ ૮૩૭૮ જેટલા સપ્લાય પૂર્ણ કરવામાં આવેલ છે.

સપ્લાયરનું નામ                            કુલ સપ્લાય

બીગ બજાર                                     ૧૫૪૮

ડી-માર્ટ ક્રિસ્ટલ મોલ કાલાવડ રોડ               ૧૯૨૫

ડી-માર્ટ કુવાડવા રોડ                              ૮૭૩

ડી-માર્ટ ગોંડલ રોડ                                ૧૩૬૧

ડી-માર્ટ લાલ પાર્ક                                  ૬૫૧

એકોર્ડ હાઈપર માર્ટ-કોઠારીયા રોડ-દેવપરા       ૩૬૦

રિલાયન્સ માર્ટ                                      ૧૬૬૦

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.