Abtak Media Google News

પશ્ચિમ બંગાળના હાવડાથી મધ્યપ્રદેશના જબલપુર જતી શક્તિપુંજ એક્સપ્રેસના 7 ડબા ઉત્તરપ્રદેશના સોનભદ્ર નજીક આવેલા ઓબરા ડેમ પાસે ખડી પડ્યા હતા. ગુરુવારે સવારે 7 કલાકે આ ઘટના બની હતી. દુર્ઘટના સર્જાઈ છે ત્યાં પાટા તૂટેલા જોવા મળ્યા છે. પરિણામે ભાંગફોડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ કોઈ જાનહાનીના સમાચાર નથી.

ટ્રેન નંબર 11448 હાવડા-જલબપુર શક્તિપુંજ એક્સપ્રેસે સવારે 6.13 વાગ્યે ઓબરા કેબિન પાર કરી હતી. આ દરમિયાન તેના 7 ડબા પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેનમાં કુલ 21 ડબા હતા. ટ્રેનની ઝડપ ધીમી હોવાને કારણે મોટી દુર્ઘટના ઘટતા અટકી ગઈ હતી.

આ પહેલા 19 ઓગસ્ટના રોજ પુરી હરિદ્વાર ઉત્કલ એક્સપ્રેસના 12 ડબા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં 23 લોકોનાં મોત થયા હતા, તેમજ 100થી વધારે લોકો ઘાયલ થયા હતા. ત્યાર પછી 23 ઓગસ્ટના રોજ કૈફિયત એક્સપ્રેસ ઓરૈયા જિલ્લામાં દિલ્હી-હાવડા ટ્રેન એક ડમ્પર સાથે અથડાઈ હતી. જેમાં એન્જીન સહિત 10 ડબા પાટા પરથી ઉતરી ગયા હતા, જ્યારે 80 લોકો ઘાયલ થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.