Abtak Media Google News

ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા…

ધનધોર અંધારામાં સર્જાયા અનુપમ દૃશ્યો: લોકોએ ઘરની લાઇટ બંધ કરી મીણબતી, દીવડા, ટોર્ચ અને મોબાઇલની બેટરીનો પ્રકાશ ફેલાવી સામુહિક એકતાના કરાવ્યા દર્શન: કયાંય ફૂટ્યા ફટાકડા તો કયાંક આતશબાજીના દૃશ્યો સર્જાયા, કોરોનાને હરાવવા કર્યો શંખનાદ

વડાપ્રધાન નરેન્દ્રમોદીએ કોરોના વાઇરસના અંધકાર વિરૂધ્ધ રાત્રે નવ વાગ્યેને નવ મિનિટ સુધી લાઇટો બંધ કરીને દસવા કે મીણબતી પ્રગટાવવાની અપીલ કરી હતી. જેનું સમગ્ર દેશવાસીઓએ અક્ષરસહ પાલન કર્યુ હતું. લોકોએ પોતાના ઘરના ઉંબરાઓ અને બાલ્કનીમાં દીવડા પ્રગટાવીને પ્રતિકાત્મ રીતે એકતાનું પ્રદર્શન કયુ હતુ અને વડાપ્રધાનનો સંદેશ અસરકારક બન્યો હોય તેમ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ખૂણે ખૂણા ઝળહવ્યા હતા તો કેટલાક લોકોએ ફટાકડા ફોડી આતશબાજી પણ કરી હતી. જેની સંક્ષીત માહિત અહીં પુસ્તુત છે.

Img 20200406 Wa0003

વડાપ્રધાનની અપીલ નો ચોટીલા માં પણ લોકો એ ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો હતો.અને ચોટીલા માં પણ રવીવારે રાતે બરાબર નવ વાગ્યે ને નવ મીનીટે ચૈત્ર માસ માં દીવાળી ના તહેવાર જેવો માહોલ ઉભો થયો હતો. અને ચોટીલા નું સંપુર્ણ શહેર , ચામુંડા માતાજી નો ડુંગર , જલારામ મંદિર સહિત ચોટીલા ના વિવિધ વિસ્તારો દીપમાળ, મોબાઇલની બેટરી ની રોશની, મીણબતીઓના તેજસ્વી ઝગમગાટ થી ઝગમગી ઉઠ્યું હતું.

રાત્રે ૯ વાગ્યે ૯ મિનિટ સુધી પોતાના ઘરની તમામ લાઇટો બંધ કરી ઘરના ફળિયા, બાલ્કની, ઓસરીમાં દીવાઓ પ્રગટાવ્યા હતા. જેમાં માણાવદરમાં તમામ જનતાએ આ કાર્યક્રમમાં જોડાઇ એકતાનો અભૂતપૂર્વ સંદેશો આપ્યો છે.

જસદણના નગરજનોહે દેશના વડાપ્રધાન મોદીની અપીલને જબરજસ્ત પ્રતિભાવ આપ્યો હતો ખાસ કરીને જસદણના દાઉદી વ્હોરા કપાસી પરિવારએ પણ મોદીજીની આ અપીલનું અક્ષરશ પાલન કરી દેશ અને દુનિયામાં કોરોના વાઇરસ છે તેનો નાશ થાય જે આ બીમારીમાં સપડાયેલા છે તેઓને જલ્દી રાહત મળે એવી પાક પરવરદિગાર પાસે દુઆ માંગી હતી.

Img 20200405 Wa0035

દ્રોણેશ્વર ગુરુકુલમાં બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવના સાનિધ્યમાં સંતો એ દિપમાળા પુરી ને પ્રાર્થના કરી હતી કે સમગ્ર વિશ્વને આ મહામારીથી બચવો અને વિશેષ કરી ભારતભરમાં પોતાનાં જાનના જોખમે સેવા કરતા ડોક્ટર પોલીસ વગેરેને નિરોગી રાખે તેમજ સર્વ કોઈને દિપ પ્રગટાવવાનો એક જ સંદેશ છે કે બિમારી માં સપડાયેલાના જીવનદિપ પ્રગટેલા રહે સાથે સાથે સેવા કરનાર બધાં ને બળ મળે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી હતી.

20200405 211037

ઉનામાં કોરોના વાઇરસની જંગમાં સહકાર આપવા નગરજનોએ પોતપોતાના ઘર અને આંગણામાં દીવા પ્રગટાવી કોરોનાને હરાવવા દેશની એકતમાં પોતાનું સમથન આપ્યુ હતું.

Photogrid 1586114189376

ઉપલેટા: સમગ્ર દેશની સાથે ઉપલેટાની તમામ શેરી ગલીઓ રોશનીથી ઝગમગી ઉઠી હતી ઉપલેટાનો બાળસેનાએ પણ મીણબતી પ્રગટાવી કોરોનાની જંગમાં સહકાર આપ્યો હતો.

Photogrid 1586113958763

સાથોસાથ શહેરનાં પ્રથમ નાગરીક રાણીબેન ચંદ્રવાડીયાએ પણ પરિવાર સાથે દીપ જયોત જગાવી હતી. ઉપરાંત ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયાએ પરિવાર સાથે દિપ પ્રાગટય કરી મોદીજીને સમર્થન આપ્યું હ્તુ.

જામનગર રાજવી પરિવાર

Meter 14 3

જામનગરના રાજવી પરિવારના જામ સાહેબ દ્વારા તથા સાંસદ પૂનમબેન અને રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ પોતે પોતાના ઘરે દીપ પ્રગટાવ્યા હતાં. ઘરના ધાબા તેમજ બહાર આવીને ૯ વાગ્યાથી ૯.૩૦ સુધી દીપ અને ફલેશલાઇટ ચાલુ રાખી ભારત માતાના નારા લગાવી કોરોના વાઇરસને દેશમાંથી ભગાડવા શહેરીજનોએ દીવા પ્રગટાવ્યા હતાં

ધ્રાગધ્રા પંથકના સ્થાનિકો દ્વારા પોતાના રહેણાંક મકાનની છત પર દિવા પ્રગટાવ્યા હતા તમામ મંદિર, મસ્જિદ અને શેરી ગલીઓમાં દિપ પ્રાગટય કરી કોરોના સામેની જંગમાં  એક હોવાનુ ઉદાહરણ પૂરું પડ્યુ હતુ.  ધ્રાગધ્રા સ્થિત રામ મહેલ મંદિર ખાતે મહંત મહાવીરદાસજી દ્વારા મંદિરના પટણાંગમા દિન દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

Fb Img 1586141866889

મોરબી શહેરમાં ઘરની અંદર અને  દરવાજે તથા બાલ્કનીમાં અજવાળા પથરાયા હતા.ઘરની લાઈટો બંધ કરીને લોકોએ દીપ પ્રાગટ્ય કરી તેમજ મોબાઈલની ફ્લેશ લાઈટ પ્રજજ્વલિત કર્યા હતા અમુક લોકોએ થાળીનાદ પોલીસ સહિતના સુરક્ષકર્મીઓનું અભિવાદન કર્યું હતું.શહેરના અવની ચોકડી સહિતના દરેક વિસ્તારમાં પ્રકાશને ઉજાગર કરીને કોરોનાને હરાવવા સમગ્ર મોરબીવાસીઓ એકજુટ થઇ કોરોનો સામે લડવા માટે અદભુત આત્મ વિશ્ર્વાસનો સંચાર થયો છે.

ગીર સોમનાથ જિલ્લાના પંચાયત પ્રમુખ રૈયાબેન ડાયાભાઈ જાલોનધરા પોતાના પરીવાર સાથે માદરે વતન ધોકડવા મા દીવડા પ્રગટાવી કોરોના જેવી વિકટ પરિસ્થિતિ માં દેશ જ્યારે ઝઝૂમી રહ્યો છે કોરોના સામેની લડતમાં દેશની એકતા બતાવવાનું આહ્વાન કર્યું હતું.

કોરોનના ને માત આપવા અગાસી માં દીપ પ્રાગટ્ય સાથે સોમનાથ દાદા ને પ્રાર્થના અર્ચના કરી ઉષાબેન કુશ્કિયા એક સમગ્ર વિશ્વ માં જયારે કોરોના નો કાળો કેર વર્તાય રહીયો છે. દરેક ભારતીય ને આ મહા રોગ માંથી મુક્ત કરવા અંતકરણ પૂર્વક પ્રાર્થના કરી હતી.

કોરોના મહામારી સામેની જંગમાં સહકાર આપવા પી.એમના આદેશ અનુસાર ઘરની તમામ લાઇટસબંધ કરી, મીણબતી પ્રજવતિત કરી મુસ્લિમ સમાજના પ્રેસીડેનસ અબ્બજાન નકવીએ પરીવાર સાથે દેશની એકતામાં પોતાનું સમર્થન આપ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.