Abtak Media Google News

બીએસએનએલની સેવા દિન-પ્રતિદિન બગડતા વિશ્વાસ ઉઠી ગયો હોવાનીલોકચર્ચા

 તાલુકામાં એસબીઆઈ બેંક, દેના બેંક,સેન્ટ્રલ બેંક તથા અન્ય બેંક બીજા દિવસે બીએસએનએલ નેટ કનેકશન ન હોવાથીબેંક વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. સરકાર ડિઝીટલ ઈન્ડિયાની વાતો કરીરહી છે ત્યારે ઉના તાલુકાની પ્રજાને પોતાના નાણા બેંકમાં ન મળતા ભારે હાલાકી ભોગવવાનોવારો આવ્યો હતો.

ઉના શહેરમાં મુખ્ય બ્રાંચો, એસબીઆઈ, દેના બેંક કનેકટીવીટી ન હોવાને કારણે બંધ રહેતાહોબાળો મચ્યો છે. ત્યારે એસબીઆઈ બેંકના તમામ એટીએમમાંથી નાણાન મળતા લોકોમાં રોષ ફાટી નિકળ્યો છે.

ગ્રામ્ય વિસ્તારમાંથી આવતાગ્રાહકો હેરાન-પરેશાન થયા હતા. લોકોના પેન્શન૧ થી ૧૦ તારીખમાં હોય મોટી ઉંમરના માણસો પૈસા વિના બેકાર બની ગયા છે. જેથી બીએસએનએલ સેવા દિનપ્રતિદિન બગડતા બીએસએનએલમાંથી વિશ્વાસ ઉઠી ગયો હોયતેવી ચર્ચા વિષય બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.