Abtak Media Google News

તા.૩૧ જાન્યુઆરી સુધી રાત્રી લગ્ન, સમારંભો સહિતની ઉજવણી પર પ્રતિબંધ

નોવેલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારી અન્વયે પ્રતિદિન વધી રહેલા કેસોને અટકાવવા અને તકેદારીના ભાગ રૂપે લોકોની વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા તા.૩૧/૦૧/૨૦૨૧ સુધી અનલોક-૮ની મુદત વધારવામાં આવેલ છે. જાહેરમાં યોગ્ય રીતે ચહેરો ન ઢાંકવા બદલ વ્યક્તિ રૂ.૧૦૦૦ દંડ લાગુ કર્યો છે. જાહેરમાં થૂંકવા બદલ વ્યક્તિ રૂ.૫૦૦ના દંડને પાત્ર થશે.

ક્ધટેઇમેન્ટ ઝોન/માઇક્રો ક્ધટેઇન્મેન્ટ  ઝોન જાહેર કરેલ વિસ્તારમાં તેમજ ભવિષ્યમાં ક્ધટેઇમેન્ટ ઝોન/માઇક્રો ક્ધટેઇમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે તે સમગ્ર વિસ્તારમાં તા.૩૧/૦૧/૨૦૨૧ સુધી લોકડાઉન અમલમાં રહેશે. આવા વિસ્તારોમાં માત્ર જીવન જરૂરીયાતની વસ્તુઓ અને તબીબી કારણોસર જ હેરફેર કરી શકાશે.

ક્ધટેઇમેન્ટ કે માઇક્રો ક્ધટેઇમેન્ટ ઝોન વિસ્તારમાંથી બહાર જવા પર પ્રતિબંધ રહેશે. સમગ્ર શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં જાહેર સ્થળોએ સક્ષમ સત્તાધિકારીની પૂર્વ પરવાનગી વગર કોઇપણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળા કે જે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઇ આયોજન કરવા નહીં કે આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવું નહીં સમગ્ર રાજકોટ કોરોના વાઇરસનો ફેલાવો ન થાય તે માટે સાધનો જેવા માસ્ક, સેનેટાઇઝર વગેરેનો ફરજીયાત ઉપયોગ કરવાનો રહેશે અને સોશીયલ ડીસ્ટન્સ જાળવવાનું રહેશે તેમજ વર્ક ફોમ હોમને પ્રાધાન્ય આપવાનું રહેશે. આ સિવાય જાહેરનામામાં દર્શાવેલ ૨૮ બાબતોનો પ્રતિબંધ રહેશે.શહેરમાં રાત્રિ કર્ફયુ અમલમાં હોવાથી કર્ફયુ સમય દરમ્યાન લગ્ન/સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ પર પ્રતિબંધ રહેશે. આ હુકમનો અમલ તા.૩૧/૦૧/૨૦૨૧ કલાક સુધી કરવાનો રહેશે, જેના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.