અનલોક-૪માં માસ્ક અને જાહેરમાં થુંકનાર પાસેથી રૂ.૨.૧૨ કરોડના ચાંદલો વસુલ્યો

કોરોના વાયરસ મહામારી ફેલાયેલા હોય જેથી ભારત સરકાર દ્વારા કોરોના વાયરસને અટકાવવા માટે અનલોક-૪ તા.૧-૯-૨૦થી ૩૦-૯-૨૦ સુધી જાહેર કરવામાં આવેલુ છે. જે અનલોક-૪ સમય દરમ્યાન સરકાર દ્વારા ઘણી છુટછાટ આપવામાં આવેલી અને જે નિયમો મુજબ છુટછાટ આપેલ હોય જેથી લોકો પોતાના જાહેર જીવનમા બેદરકારી દાખવે નહીં નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસની મહત્વની ફરજ રહેલી હતી. જે દરમ્યાન શહેર પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ યોગ્ય બંદોબસ્ત, પેટ્રોલીંગ જાળવવામાં આવેલ તેમજ સરકાર દ્વારા અનલોક-૪ દરમ્યાન જાહેર કરવામા આવેલ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામા આવેલ તેમજ જાહેર જનતાએ લોકડાઉન અને અનલોક-૪ દરમિયાન પોલીસને ખુબ જ સાથ સહકાર આપેલો છે. જેથી રાજકોટ શહેરની જનતાનો શહેર પોલીસ તથા તંત્ર આભાર માને છે. અને ભવિષ્યમાં પણ આ મહામારી સામે લડવામાં જનતાને શહેર પોલીસને તથા તંત્ર તે સહયોગ આપે તેવી અપીલ કરી છે. સાથો સાથ જાહેરનામા ભંગના કુલ કેસો-૧૩૩૬, વાહન ડીટેઇન-૧૭૫૭ અને જાહેરમા માસ્ક નહી પહેરવા અને જાહેરનાર ૨૩૩૧૦ લોકો પાસેથી રૂ.૨.૧૨ કરોડના દંડ વસુલ્યો છે.

Loading...