અનલોક-૩: ૪.૮૩ કરોડનાં ઈ-વે બીલ બન્યા જયારે જીએસટીની આવકમાં ઘટાડો

વેપાર ઘટવા છતાં ‘આશા’ અમર

માસિક એક લાખ કરોડની જીએસટી આવકની સામે જુલાઈનું જીએસટી કલેકશન ૮૭ હજાર કરોડે પહોંચ્યું

વૈશ્ર્વિક મહામારીનાં સમય દરમિયાન વિશ્ર્વ આખું ડિજિટલ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારતમાં પણ એજ સ્થિતિ જોવા મળે છે. વ્યવસાય અને વ્યાપાર મંદ હોવા છતાં પણ ડિજિટલ માધ્યમ થકી લોકો ખરીદી કરતા નજરે પડયા છે જેના પરિણામરૂપે ઈ-વે બીલમાં વધારો જોવા મળ્યો છે. એક તરફ  જીએસટીની આવકમાં ઘટાડો નોંધાતા ઈ-વે બીલમાં ૪.૮૩ કરોડનો વધારો નોંધાયો છે. જુન માસમાં ઈ-વે બીલ ૪.૩૪ કરોડે રહેવા પામ્યું હતું પરંતુ વૈશ્ર્વિક મહામારી કોરોના પહેલા પણ ભારતમાં ઈ-વે બીલનું પ્રમાણ ૫.૫૩ ટકાએ પહોંચ્યું છે. હાલ જે રીતે ઈ-વે બીલ બની રહ્યા છે તેનાથી એ વાતની પણ સ્પષ્ટતા થાય છે કે, દેશની અર્થવ્યવસ્થામાં અનેકગણો સુધારો જોવા મળ્યો છે. ૫૦ હજાર રૂપિયાની કિંમતથી વધુના ચીજવસ્તુઓ પર ઈ-વે બીલ બનાવવામાં આવતું હોય છે ત્યારે જુલાઈ માસમાં એવરેજરૂપે ૧.૫ મિલીયન જેટલા બિલો બનાવવામાં આવ્યા છે.

જયારે બીજી તરફ જીએસટીની આવકમાં પણ અનેકગણો ઘટાડો નોંધાયો છે. પ્રતિ માસ એક લાખ કરોડની જીએસટીની આવક સામે જુલાઈ માસમાં જીએસટીની આવક ૮૭,૪૪૨ કરોડ રૂપિયા રહેવા પામી હતી જયારે બીજી તરફ ફેબ્રુઆરી,

માર્ચ અને એપ્રિલ માસમાં સરકાર દ્વારા જીએસટીમાં જે કરદાતાઓને રાહત આપવામાં આવી હતી તેના કારણે જીએસટી ટેકસની આવકમાં અનેકગણો વધારો જોવા મળ્યો હતો.

હાલ સપ્ટેમ્બર માસ સુધી ૫ કરોડથી ઓછુ ટનઓવર ધરાવતી કંપનીને જીએસટીમાં રાહત આપવામાં આવી છે. આંકડાકિય માહિતી મુજબ સીજીએસટીની આવક જુલાઈ માસમાં ૧૬,૧૪૭ કરોડ જયારે સ્ટેટ જીએસટીની આવક ૨૧,૪૧૮ કરોડ અને આઈ-જીએસટીની આવક ૪૨,૫૯૨ કરોડે પહોંચી હતી જયારે સેસ પેટે દેશને ૭૨૬૫ કરોડ રૂપિયાની આવક થઈ હોવાનું સામે આવ્યું છે.

સ્થળાંતરીત કામદારોની અછતનાં કારણે નિકાસનાં ઓર્ડરનો નિકાલ કરવો મુશ્કેલ

દેશ આખામાં લોકડાઉન બાદ જયારથી અનલોક લાગુ કરવામાં આવ્યું છે ત્યારે સ્થળાંતરીતોનો મુદ્દો સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે. મુખ્યત્વે તમામ ઉધોગો કે જે નિકાસ તરફ પોતાની ડોટ લગાવતા હોય તે સર્વે પાસે એકસપોર્ટના ખુબ મોટા ઓર્ડરો પડેલા છે પરંતુ હાલની સ્થિતિ મુજબ સ્થળાંતરીત મજુરોની અછતનાં કારણે તેમના ઓર્ડરનો નિકાલ કરવો શકય બનતો નથી જેથી ઉધોગકારોને અનેકવિધ રીતે પારાવાર મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે. સરકાર આ મુદાને જો ધ્યાને લઈ સ્થળાંતરીત લોકોનાં પ્રશ્ર્નોનો નિકાલ લાવે તો દેશને ઘણો ફાયદો પહોંચી શકશે. ચાઈના સામેની સરખામણીમાં ભારત માટે હવે ઉજળી તક સાંપડી છે જો તેનો યથાયોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તેનો સીધો જ લાભ દેશની અર્થવ્યવસ્થાને મળશે.

Loading...