કોરોનામાં સામાજીક અંતર માટે ઉપયોગી ઇનોવેટિવ એપ્લીકેશનનું યુનાઇટેડ કિંગડમ દ્વારા અનાવરણ

ગુજરાતી કંપની એકસપર્ટનેસ્ટ નિર્મિત

ટેકનોલોજી ક્ષેત્રમાં યુ.કે. ખાતે દેશનું ગૌરવ વધારતા ગુજરાતી ઉધોગ સાહસિક ચિંતન પનારા

બોર્નેમાઉથ ક્રાઇસ્ટચર્ચ અને પુલ ટુરિઝમ (યુનાઇટેડ કિંગડમ) દ્વારા એક નવી એપ્લિકેશનનું અનાવરણ કરવામાં આવ્યું છે જે મુલાકાતીઓને તેના કયા દરિયા કાંઠાના સૌથી ઓછી ભીડ છે. તે તપાસવા અને સલામત રહેવાની સલાહ આપે છે. આ એપ્લીકેશનને ગુજરાતી કંપની એકસપર્ટનેસ્ટ દ્વારા બનાવવામાં આવી છે. એકસપર્ટનેસ્ટ યુ.કે, યુરોપ અને ભારત આધારિત મલ્ટિનેશનલ ડિજિટલ ઇનોવેશન કંપની છે. જેની સ્થાપના ભારતીય મુળના ઉઘોગસાહસિક ચિંતન પનારા, અરુણ કર (ભૂતપૂર્વ ભારતીય સેના) અને પ્રદીપ બુટાણી દ્વારા કરવામાં આવી છે. એકસપર્ટનેસ્ટ ફોર્બ્સ બિઝનેસ કાઉન્સીલના સત્તાવાર સભ્ય છે. આ એપ્લિકેશનના કારણે ટેકનોલોજીના ક્ષેત્રમાં ગુજરાત તથા ભારતના ગૌરવમાં વધારો થયો છે.

બીસીપી બીચ ચેક એપ્લિકેશનમાં મુલાકાતીઓ અને રહેવાસીઓને વ્યસ્ત હોટ સ્પોટસને ટાળવા માટે નવીનતમ તકનીફનો ઉ૫યોગ કરીને લાઇવ ટ્રાફીક લાઇટ જેવી જેવી સિસ્ટમ બનાવામાં આવી છે. ઉપયોગમાં સરળ એપ્લિકેશન ગુગલ પ્લે  અને એપલ એપ સ્ટોર પરથી હવે

હાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. એપ્લિકેશન મુલાકાતીઓને કોરોના વાયરસ રોગચાળા દરમિયાન સામાજીક અંતર જાળવવા માટે બીચનાં કયા ભાગોની મુલાકાત લેવી જોઇએ અને કયા ટાળવા જોઇએ તે અંગેની જાણકારી આપે છે.

ફીડબેક સિસ્ટમ મુલાકાતીઓઓને અતિરિકત ઇનપુટ પ્રદાન કરવાની મંજુરી આપે છે. દરેક બીચનો વિસ્તાર કેટલો વ્યસ્ત છે. તે બતાવવા ઉપરાંત એપ્લિકેશન બીચ લાઇફ ગાર્ડની સ્થિતિ, શૌચાલયો  ખુલ્લા છે કે કેમ અને સહેલગાહમાં સાયકલ ચલાવવા અને તમાર કૂતરાને કસરત કરવા માટેના બાયલોઝ વિશેની માહીતી પ્રદાન કરે છે. આનો અર્થ એ કે લાંબા ગાળામાં આ એપ્લિકેશન  એ સામાજીક અંતરની સહાય ઉપરાંત બીજી ઘણી રીતે ઉપયોગી નીવડી શકે છે.

આ એપ્લિકેશન લોન્ચ કરતા સમયે બીસીપી કાઉન્સીલે જણાવ્યું હતું કે એ એપ્લિકેશન માટેનો ડેટા સીફ્રન્ટ રેન્જર્સ, સીસી ટીવી અને કેટલાક ફુટફોલ કાઉન્ટર્સ સહિતના અનેક સ્ત્રોતો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. એપ્લિકેશન ડેટા સ્ત્રોતોના મિશ્રણ દ્વારા પુરા પાડવામાં આવે છે. દિવસની શરુઆતમાં દરેક ઝોન માટે આગાહી સુનિશ્ર્ચિત કરવામાં આવે છે. અગાઉના ડેટાના આધારે તારીખ અને હવામાનના ફેકટરીંગ બતાવવા માટે કે દરેક ઝોન કેટલું વ્યસ્ત રહેશે તેની આગાહી કરી શકાશે. સવારથી અમારી સીફ્રન્ટ રેન્જર ટીમ, ભીડના કોઇપણ ફેરફારોનું અવલોકન કરવા માટે નિયમિત ધોરણે દરેક વિભાગને અપડેટ કરતી રહેશે.

Loading...