સેશન્સ કોર્ટમાં સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રને ખુલ્લુ મુકતા યુનીટ જજ

હાઈકોર્ટના ન્યાયધીશ અને રાજકોટના યુનીટ જજ એચ.એસ.વોરા અને ડિસ્ટ્રિકટ જજ ગીતા ગોપીએ ગોંડલના એડવોકેટ દ્વારા યોજાયેલું પ્રદર્શન નિહાળ્યું

શહેરની ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ કમ્પાઉન્ડ ખાતે નવનિર્મિત આકાર પામેલા વનરેબલ વીટનેશ ડીપોઝીશન સેન્ટર, પેનલ એડવોકેટસ અને પારા લીગલ વોલીયન્ટરના ટ્રેનીંગ પ્રોગ્રામનું તા.૮ ને શનિવારે બપોરના ર કલાકે હાઈકોર્ટના ન્યાયધીશ અને રાજકોટના યુનિટ જજ એચ.એસ.વોરાએ ખુલ્લુ મુકયું હતું.

વધુ વિગત મુજબ રાજકોટ જીલાના એડમીનીસ્ટ્રેટીવ જજ અને હાઇકોર્ટના ન્યાયધીશ એસ.એચ.વોરા રાજકોટ મઘ્યે ડીસ્ટીકટ કોર્ટ કેમ્પસ ખાતે નવનિર્મિત વનરેબલ વીટનેસ ડીપોઝીશન સેન્ટર, પેનલ એડવોકેટ અને પારા લીગલ વોલીયન્ટરના ટ્રેનીંગ સેન્ટરનું તા.૮ને શનિવારે બપોરના ર કલાકે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

આ કેન્દ્ર સીસીટીવી અને ઓડિયો-વિડીયોથી સજ્જ અને સંવેદનશીલ રીતે ગોઠવવામાં આવ્યું છે અને આ કેન્દ્રનું હાઈકોર્ટનાં ન્યાયધીશ વોરા અને ડિસ્ટ્રીકટ જજ ગીતા ગોપી મેડમે નિરીક્ષણ કર્યું હતું.

પોકસો અંતર્ગત કેસનાં કિસ્સામાં સાક્ષી અતિસંવેદનશીલ હોય તેની સાથે અગાઉ ઘટના બની ચુકી હોય ત્યારે કોર્ટમાં તેના માનસ પર ગંભીર ડાઘ ન પડે અને ઘર જેવા માહોલમાં સાક્ષીની જુબાની લઈ શકાય તે માટે સાક્ષીઓની જુબાની માટે વનરેબલ વીટનેશ ડીપોઝીશન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા નવનિયુકત એડવોકેટોનું ટ્રેનિંગ સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એડમીનીસ્ટ્રેટીવ જજ વોરા અને ડિસ્ટ્રીકટ જજ ગીતા ગોપી મેડમે ઉપસ્થિત રહી યુવા એડવોકેટોને કાયદાનું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત ગોંડલ એડવોકેટ ડી.કે.શેઠ દ્વારા ડીસ્ટ્રીકટ કોર્ટ, રાજકોટ ખાતે જુનવાણી દસ્તાવેજો અને કાનુની પુસ્તકોનું પ્રદર્શન એસ.એચ.વોરા અને ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ગીતા ગોપી અને ફેમિલી પ્રિન્સીપલ જજ પરીખ સાહેબે પ્રદર્શન નિહાળ્યું હતું.

આ તકે અધિક સેશન્સ જજો અને જ્યુડીશ્યરી મેજીસ્ટ્રેટ ઉપસ્તિ રહ્યાં હતા. તેમજ રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલભાઈ રાજાણી, ઉપપ્રમુખ ઈન્દ્રસિંહ ઝાલા, સેક્રેટરી જીગ્નેશ જોશી અને બારના હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યો અને સીનીયર-જૂનીયર એડવોકેટો મોટી સંખ્યામાં ઉપસ્તિ રહ્યાં હતા.

Loading...