Abtak Media Google News

કંપનીના માલિક અરવિંદ પટેલના માર્ગદર્શન હેઠળ દરેક સમાજના જરૂરતમંદ લોકોને કપાસીયા તેલના પાઉચ અડધી કિંમતે આપી કુલ ૭૦ લાખથી વધુની સહાય કરી

કંપનીના ૪૫૦ જેટલા કર્મચારીઓએ મળી કિટ બનાવી વિતરણ કાર્ય કર્યું

જાણીતી ઓઈલ કંપની મેપ ઓઈલએ લોકડાઉનમાં રાજ્યભરમાં અનન્ય સેવા કરી છે. લોકડાઉનથી મધ્યમ-ગરીબ વર્ગ આર્થિક સંકળામણમાં છે ત્યારે આવા લોકોને મેપ ઓઈલ દ્વારા ખાદ્ય તેલ અડધી કિંમતે અપાયું છે. મેપ ઓઈલ દ્વારા કુલ ૭ પ્રકારના તેલનું ઉત્પાદન કરવામાં આવે છે. જેમાંથી કંપની દ્વારા કપાસીયા તેલના પાઉચ દરેક સમાજના જરૂરતમંદોને લોકોને ૫૦% કિંમતે આપી સહાય કરવામાં આવી છે. મેપ ઓઈલના માલિક અરવિંદભાઈ પટેલ કે જેઓ ખરા સમયમાં લોકોની પડખે ઉભા રહ્યાં છે. મેપ ઓઈલ દ્વારા તેલના પાઉચ અડધી કિંમતે આપી કુલ ૭૦ થી ૮૦ લાખની સહાય સમાજને કરવામાં આવી છે.

4545 4

આ અંગે કડવા પટેલ સમાજના મોભી અને મેપ ઓઈલના માલીક અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમારી કંપની દ્વારા કુલ સાત પ્રકારના તેલનું ઉત્પાદન કરવામાં આવે છે. જેનાથી અમે કપાસીયા તેલના ૫૦૦ ગ્રામ અને ૧ લિટરના પાઉચ બનાવી જરૂરતમંદોને આપ્યા છે.

રાજ્યના વિવિધ વિસ્તારો સૌરાષ્ટ્ર-કચ્છ, અમદાવાદ, ઉત્તર ગુજરાત વગેરે જગ્યાએ તેલના પાઉચ આપી મદદરૂપ બનવાનો પ્રયત્ન કર્યો છે. હાલ લોકડાઉનમાં મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. તેને ધ્યાનમાં લઈ આ સેવાકાર્ય પાર પડાયું છે. આ પ્રકારની સહાય સ્વામીનારાયણ સમાજ, જૈન સમાજ, મુસ્લિમ સમાજ, પટેલ સમાજ, આદિવાસી સમાજ ઉપરાંત નબળા વર્ગના ઘણા લોકોએ મેળવી છે.

વધુમાં આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, ૧ લિટરનું ૧૧૦ રૂપિયાનું પાઉચ માત્ર રૂા.૬૦માં વહેંચ્યું છે. તેમજ ૫૦૦ ગ્રામના પાઉચ પણ અડધી કિંમતે વહેંચવામાં આવ્યા છે. ૫૦૦ ગ્રામ પાઉચના ૨૪ નંગ અથવા ૧ લિટર પાઉચના ૧૨ નંગ જેનું સામાન્ય દિવસોમાં ૧૪૦૦ રૂપિયામાં વેચાણ કરવામાં આવે છે. આ પ્રકારના બોક્ષ લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં માત્ર રૂા.૮૫૦માં વહેંચ્યા હોવાનું જણાવ્યું છે. આ સેવા કાર્ય ઉપરાંત મેપ ઓઈલ કંપની ધાર્મિક ક્ષેત્રે, પાંજરાપોળ-ગૌશાળાને પણ મદદરૂપ બની રહી છે. આ સેવાકાર્ય માર્ચ ઉપરાંત એપ્રિલ માસના અંત સુધી કરાયું હતું. આ રીતે મેપ ઓઈલ દ્વારા લોકડાઉનમાં માત્ર ખાદ્યતેલમાં ૭૦ થી ૮૦ લાખની મદદ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.