Abtak Media Google News

સામૈયામાં ડીજેના સ્થાને વાગ્યા સાંસ્કૃતિક ગીતો

મોટાભાગના લોકો માનતા હોય છે કે તેના લગ્ન ધામધૂમથી થાય અને યાદગાર બની જાય, આ માટે લોકો અવનવી રીત રસમ અપનાવતા હોય છે, પણ સુરતમાં એક વરરાજાએ કંઇક એવું કર્યુ કે લોકો દેખતા જ રહી ગયા.આ વરરાજાની જાનમાં કોઇ વીઆઇપી મહેમાન ન હતા પણ એક ગાય વિશિષ્ઠ મહેમાન હતી.

સુરતમાં યોજાયેલા આ વિશિષ્ઠ લગ્નની વાત જાણીએ.ક્ધયા પક્ષવાળા જાન આવવાની રાહ જોતા હતા, પણ જયારે માંડવે પહોંચી ત્યારે સૌ દંગ રહી ગયા, કારણ કે એ શણગારે ગાય તેના વાછરડા સાથે જાનની આગેવાની લીધી હતી.વરરાજાએ ગાયને જ વીઆઇપી મહેમાન બનાવી હતી.એટલું જ નહીં,વરરાજાના હાથમાં જે મહેંદી  લગાડવામાં આવી હતી તે પણ વિશિષ્ઠ હતી, વરરાજાએ પોતાાના હાથમાં વડાપધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન  કરતી હતી. સુરતના રોહિત નામના યુવાનના લગ્ન અભિલાષા સાથેના આ લગ્ન સમગ પંથકમાં ચર્ચાનો વિષય બન્યા છે. આ લગ્ન હિન્દુ પરંપરા અને સંસ્કૃતિ જાળવી રાખવા સાથે વૈદિક પરંપરાનું પાલન કરવામાં આવ્યું હતું.આ લગ્નમાં ૧૩૦ બ્રાહ્મણોએ વૈદિક મંતોચ્ચાર કર્યા હતા.

રોહિત અને અભિલાષાના આ લગ્નમાં પર્યાવરણનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો હતો અને અહીં લોકોને જમવાનું અને પીવાનું પણ માટીના વાસણોમાં પીરસવામાં આવ્યે:ં હતું.

આ લગ્નમાં કોઇ જાતનું પશ્ર્ચિમી સંગીત કે ડી.જે. વગાડવામાં આવ્યા ન હતા પણ તેના સ્થાને સાંસ્કૃતિક અને આઘ્યાત્મિક  ગીતો જ વગાડવામાં આવ્યા હતા. લગ્નનું આમંત્રણ કાર્ડ પણ સંસ્કૃત ભાષામાં છાપવામાં આવ્યું હતું.

વરરાજા શું કહે છે ?

વરરાજા રોહિત કહે છે કે સીએએને લઇ કેટલાક લોકો દ્વારા અફવા ફેલાવવામાં આવી રહી છે ત્યારે લોકોમાં આ બાબતે જાગૃતિ આવે અને સત્ય જાણવા મળે તે માટે જ મેં આ રીતે મહેંદી મુકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.