કેશોદમાં મૃતકની ઉત્તરક્રિયામાં ‘નાસ’ના મશીન અર્પણ કરવાની અનોખી પહેલ

મનસુખભાઈ વણપરિયાની યાદમાં ‘નાસ’ના મશીનનું વિતરણ કરી પરિવારજનોએ શ્રધ્ધાંજલી પાઠવી

કોરોના મહામારી સામે ધરગથુ ઉપચાર લોકો કરતાં થયા છે લોકો માસ્ક સેનેટાઈજીંગ ની સાથે સાથે હવે સાંજે ધરના સભ્યો નાસ પણ લઈ રહીયા છે જેનાથી શરદી ઉધરસ જેવા રોગ હોય તો દુર થઈ જાય છે અને આવી જાગૃતિ માટે સ્વેચ્છીક સંસ્થાઓ દ્વારા શહેરમાં અનેક નાહ લેવા માટે ના મશીનો નું લોકો ને વિતરણ કરાયું છે ત્યારે આજે આપણે એક અનોખા કિસ્સા ની વાત કરવી છે આજે કેશોદ ના પીપલિયા નગરમાં રહેતા મનસુખભાઈ વણપરીયા નું થોડા દિવસ પહેલાં દુખદ અવસાન થયું હતું અને મૃતક ની આજે ઉતરકિયા હતી ત્યારે ઉતરકિયામાં હાજર લોકો ને તેમના પરિવાર મનસુખભાઈ ઉફે કારાભાઈ ની યાદમાં કોરોના ની મહામારીમાં લોકો ને ઉપયોગી થાય તેવા બાફ મશીન એટલે કે નાહ લેવાનું મશીન અપેણ કયૃે હતું જે મશીનમાં પાણી ભરાઈ ગયા બાદ ગરમ વરાડ દ્વારા આપણે નાહ લઈ શકીએ જેનાથી શરદી કફ જેવી બિમારી દુર થતી હોય છે ત્યારે સદગત ની ઉતરકિયામાં આવી વસ્તુ આપી કોરોના મહામારી સમયે લોકો ની ચિંતા કરી તેમના પરિવારે મૃતક મનસુખભાઈ ને અનોખી શ્રધાજંલી અપેણ કરી હતી તેમને આ કાયે ની પ્રેરણા વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રમુખ તથા જલારામ મંદિર સેવા સમિતિ દ્વારા મળી હોવાનું પરિવારે જણાવ્યું હતું

Loading...