Abtak Media Google News

અહીં ગામના લોકો ભોળાનાથના દર્શન કર્યા બાદ જ કામ ધંધે જાય છે

સુત્રાપાડા શહેરના સુખનાથ મહાદેવની શાસ્ત્રમાં શિવની મહાદેવ એટલે કે સૌથી મોટા દેવ કહ્યા છે. પરિણામે અઠવાડીયામાં એક દિવસ સોમવાર ઉપરાંત એક આખો શ્રાવણ માસ ભકિત માટે ફાળવેલ છે. જે ભાગ્યે જ બીજા દેવ માટે હશે. આથી તો શ્રાવણ માસમાં શિવ મંદિરનું ખુબ જ મહત્વી વધી જાય છે. સુત્રાપાડાના સુખનાથ મહાદેવ ખુબ જ પ્રખ્યાત અને જાણીતા છે. સુત્રાપાડા તાલુકાની પ્રજા આ મંદિરની પ્રત્યે અપાર શ્રદ્ધા અને ભકિત ધરાવે છે. ધર્મમાં શ્રદ્ધા ના હોય કોઈ ઈચ્છા અધુરી હોય કોઈપણ પ્રકારની અશાંતિ હોય તો એક વખત આ મંદિરની મુલાકાત લ્યો તો ખ્યાલ આવશે કે આ મંદિરમાં ધાર્મિકનો પ્રભાવ કેવો છે અને મનને કેટલી શાંતી મળે છે.

બારેમાસ આ મંદિરથી પ્રભાત ફેરી શરૂ થઈ ગામમાં ફરી અહીં પૂર્ણ થાય છે. સવાર સાંજ ભવ્ય આરતી અને દિવસ દરમિયાન અનેક ધાર્મિકવિધિ અહીં ચાલતી હોય છે. ગામના લોકો નિયમિત અહીં દર્શન કરી પછી જ કામ ધંધે જાય છે. આ મંદિર પાછળ એક સત્ય ઘટના છે. તે પ્રમાણે ગાડુ ચાલતુ ચાલતું ગામના ચોકમાં ઉભું રહ્યું પરિણામે ત્યાં આ શરૂઆતમાં તે જગ્યાએ નાની ડેરી હતી પરંતુ જે આજે ભવ્ય મંદિર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.