#UnionBudget2019: મહત્વની જાહેરાત

 • રૂ. 45 લાખની હોમ લોનના વ્યાજપર ટેક્સની સીમા વધારીને 3.5 લાખ કરવામાં આવી, જે પહેલાં રૂ. 2 લાખ હતી.
 • નાણામંત્રીએ કહ્યું, પ્રત્યક્ષ કર સંગ્રહ 2013-14માં 6.38 લાખ કરોડથી વધીને 2018-19માં 11.37 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. 78 ટકાનો વધારો થયો છે.
 • વાર્ષિક 250 કરોડના ટર્નઓર વાળી કંપની માટે કોર્પોરેટ ટેક્સ અત્યારે 25 ટકા છે. અત્યારે 400 કરોડ રૂપિયાના ટર્નઓવરવાળી કંપની પણ 25 ટકા ટેક્સના સ્લેબમાં આવે છે. એટલે કે 99.3 કંપનીઓ 25 ટકા ટેક્સના સ્લેબમાં આવે છે. માત્ર 0.7 ટકા કંપનીઓ જ આ સ્લેબમાંથી બહાર છે.
 • ઈલેક્ટ્રિક વ્હેકિલ ખરીદવા માટે જો લોન લેવામા આવી હશે તો તે ચૂકવવામાં ટેક્સમાં 1.5 લાખ રૂપિયા સુધીની છૂટ આપવામાં આવશે.
 • નાણામંત્રીના જણાવ્યા પ્રમાણે, સરકાર સ્ટડી ઈન ઈન્ડિયા લોન્ચ કરી રહી છે. તેના અંતર્ગત વિદેશી વિદ્યાર્થીઓને ભારતમાં ઉચ્ચ શિક્ષણ આપવામાં આવશે. 5 વર્ષ પહેલાં વિશ્વના ટોપ 200 વિશ્વવિદ્યાલયમાં ભારતની એક પણ યુનિવર્સિટી નહતી અને હવે આ લિસ્ચમાં ભારતના 3 વિશ્વવિદ્યાલય સામેલ છે.
 • સ્ટાર્ટઅપ્સ માટે એક્સક્લૂસિવ ટીવી ચેનલ શરૂ થશે. સ્ફૂર્તિ અને એસ્પાયર યોજનાઓનું વિસ્તરણ થશે.
 • નારી તુ નારાયણી યોજના લો-ન્ચ કરાશે. વિવેકાનંદે કહ્યું હતું કે, દુનિયા ત્યાં સુધી ખુશ ન રહી શકે જ્યાં સુધી મહિલાઓની સ્થિતિમાં સુધારો ન થાય. એક ચકલી એક પાંખથી ઉડાન ન ભરી શકે. ભારતની વિકાસ ગાથામાં ગ્રામીણ અર્થવ્યવસ્થામાં
 • મહિલાઓની ભાગીદારીની એક સોનેરી ગાથા છે. હું એક કમિટીનો પ્રસ્તાવ મૂકી રહી છું, જે આ ભાગીદારી વધારવા માટે તેમનું સૂચન રાખશે.
 • ભારતીય પાસપોર્ટ રાખનાર પ્રવાસી ભારતીયોને ભારતમાં આવતા જ આધાર મળી જશે. તેમને 180 દિવસની રાહ નહીં જોવી પડે.
 • ભારતના વધતા પ્રભાવ અને નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે અમુક અન્ય દેશોમાં ભારતીય દૂતાવાસ અને ઉચ્ચાયોગ ખોલવામાં આવશે. 2019-20માં ચાર નવા દૂતાવાસ ખોલવામાં આવશે.
 • સેલ્ફ હેલ્પ ગ્રૂપમાં કામ કરનાર કોઈ એક મહિલાને મુદ્રા સ્કીમ અંતર્ગત 1 લાખ રૂપિયાનું ધિરાણ મળશે.
 • 100 લાખ કરોડનું રોકાણ પાયાની સુવિધાઓ માટે આગામી 5 વર્ષમાં કરવામાં આવશે.
 • એક, બે, પાંચ, દસ અને વીસ રૂપિયાના નવા સિક્કા જાહેર કરવામાં આવશે. ટૂંક સમયમાં જ તે ચલણમાં રાખવામાં આવશે.
 • શિક્ષણ વ્યવસ્થાને બદલવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવામાં આવશે. 400 કરોડ રૂપિયાનું રોકાણ કરીને વિશ્વ સ્તરીય સંસ્થાઓ બનાવવામાં આવશે.
 • નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન બનાવવાનો પ્રસ્તાવ. તેના દ્વારા વિભાગોના ઝઘડાનો ઉકેલ લાવવામાં આવશે. રાષ્ટ્રીય હિતના રિસર્ચને પ્રાથમિકતા આપવામાં આવસે. તે સાથે જ નક્કી કરવામાં આવશે કે રિસર્ચનું ડુપ્લિકેશન ન થઈ શકે
 • ઉજ્જવલા યોજનાથી ૩૫ કરોડ LED બલ્બ વેચાયા
 • મુંદ્રા યોજનાથી મહિલા કારીગરોને લાભ થશે
 • NRI માટે પણ આધારકાર્ડનો પ્રસ્તાવ
 • ૧૭ વર્લ્ડ લેવલ ટૂરિઝમ સેન્ટર બનશે
 • હાઉસિંગ ફાઈનાન્સ પણ હવે RBIની નજર હેઠળ
 • રૂપિયા ૧,૨,૫,૧૦ અને ૨૦ના નવા સિક્કા આવશે બજારમાં
 • ઇલેક્ટ્રીક કાર પર ૧૨ની જગ્યાએ ૫ ટકા GST
 • ઇલેક્ટ્રીક વાહનોની લોન પર રૂપિયા ૧.૫ લાખની છૂટ
 • હાઉસિંગ લોન પર રૂપિયા ૩.૫ લાખની છૂટ
 • રૂપિયા ૪૫ લાખનું ઘર ખરીદનારને ૧.૫લાખની છૂટ
 • રૂપિયા ૨ કરોડથી ૫ કરોડ સુધીની કમાણી પર ૩ ટકા ટેક્સ
 • રૂપિયા ૫ કરોડથી વધુની કમાણી પર ૭ ટકા ટેક્સ
 • પેટ્રોલ- ડીઝલ પર સેસ વધારવામાં આવ્યો
 • આધારકાર્ડથી પણ ટેક્સ ચૂકવી શકાશે
 • વર્ષે ૧ કરોડથી વધારે રકમ ઉપાડવા પર ૨ ટકા TDS
Loading...