કેન્દ્રીય મંત્રી નાયકને અકસ્માત નડ્યો: પત્ની અને પીએનું મોત

કર્ણાટકના અંકોલાથી દર્શન કરીને પરત ફરતા ડ્રાઈવરે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો : શ્રીપદ નાયકને ગંભીર ઇજાઓ

કેન્દ્ર સરકારના આયુર્વેદ અને નેચરોપીથી, આયુષ મંત્રાલયના યુનિયન મંત્રી શ્રીપદ નાઇક અને તેમના પત્ની અંકોલાથી મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કારને અકસ્માત નડ્યો હતો. જે બાદ તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે તેમની કાર દૂર્ઘટનાગ્રસ્ત થઈ, ત્યારે કારમાં ૪ લોકો સવાર હતા.

કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ નાઇકની કાર સોમવારે કર્ણાટકના અંકોલામાં દૂર્ઘટનાગ્રસ્ત થઈ છે. મળતી માહિતી મુજબ આ દૂર્ઘટનામાં શ્રીપદ નાઈકના પત્ની વિજયા નાઇક અને તેમના પીએનું મોત નિપજ્યું છે. નાઇક પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. જો કે તેમની સ્થિતિ સ્થિર જણાવવામાં આવી રહી છે. યેલાપુરથી ગોકર્ણ તરફ જતા કારને અકસ્માત નડ્યો હતો.

દુર્ઘટનાની જાણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સાથે વાત કરીને કેન્દ્રીય મંત્રીના ઈલાજની યોગ્ય વ્યવસ્થા કરવાનું કહ્યું હતું.

મૂળરૂપે ગોવાના રહેવાસી નાઇક પોતાના પત્ની વિજયાની સાથો ગોકર્ણ જઈ રહ્યાં હતા. યેલ્લાપુરથી ગોકર્ણ વચ્ચે તેમના ડ્રાઈવરે કાબૂ ગુમાવી દિધો હતો. દૂર્ઘટનામાં નાઇકના પત્ની વિજયા અને તેમના પીએનું મોત નિપજ્યું છે. તો મંત્રી શ્રીપદ નાઇક અને અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. તેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

શ્રીપદ નાઇક અને તેમના પત્ની સોમવારે સવારે ઉત્તર કર્ણાટકના યેલ્લાપુર ગયા હતા. જ્યાં તેઓએ ગણપતિ મંદિર, કવાદિકરે મંદિર, પંડવાસી ગ્રામ દીવી મંદિરઅને ઈશ્વરા મંદિરમાં દર્શન કર્યા હતા. જાણકારી મુજબ શ્રીપદ નાઇક અને તેમના પત્ની સોમવારે સવારે ઉત્તર કર્ણાટકના યેલ્લાપુર ગયા હતા. જ્યાં તેઓએ ગણપતિ મંદિર, કવાદિકરે મંદિર, પંડવાસી ગ્રામ દીવી મંદિરઅને ઈશ્વરા મંદિરમાં દર્શન કર્યા હતા. આ મંદિરોમાં નાઇક અને તેમના પત્નીએ ગણવાહન અનુષ્ઠાન કરાવીને વિશેષ પૂજા કરી હતી. પરત ફરતા સમયે આ દૂર્ઘટના ઘટી હતી.

Loading...