Abtak Media Google News

ભાવનગર ખાતે જન્માષ્ટમી મહોત્સવના ઉદ્દઘાટનમાં ઉપસ્થિત રહેશે: પાલીતાણા ખાતે ૨૧મી જન્માષ્ટમી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવશે

કેન્દ્રીય શીપીંગ (સ્વતંત્ર પ્રભાર), કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સમંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા તા.૨૩,૨૪,૨૫ ઓગસ્ટ  ૨૦૧૯ દરમિયાન ભાવનગર અને પાલીતાણાના પ્રવાસે આવનાર છે. આ દરમિયાન ભાવનગર ખાતે જન્માષ્ટમી લોકમેળાના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિતિ રહેશેતથા પાલીતાણા ખાતે જન્માષ્ટમી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવશે અને વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.

આજે રાત્રે ૯:૦૦ કલાકે ગુજરાત રાજય યુવાઅનેસાંસ્કૃતિક વિભાગ, સંગીત નાટ્યઅકાદમી અને ધારાસભ્યશ્રી વિભાવરીબેન દવે દ્વારા પ્રેરિત, જન્માષ્ટમી લોકમેળો ઉદ્દઘાટન સમારોહમાં ઉપસ્થિતિ રહેશે.

કાલે સવારે ૮:૩૦ કલાકે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આયોજીત ૨૧મી જન્માષ્ટમી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવશે, બપોરે ૧:૦૦ વાગ્યે સાંસદ આદર્શ ગામ સોનપરી નં.૧ ખાતે સી.સી.રોડ અને અન્ડરગ્રાઉન્ડ ગટરના કામનું લોકાર્પણ કરશે. બપોરે ૩:૦૦ વાગ્યે લાપાળીયા ગામે શ્રીમદ્દ ભગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં ઉપસ્થિત રહેશે, બપોરે ૪:૦૦ વાગ્યે વડાળ અને પાંડેરિયા ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ, સાંજે ૫:૦૦ વાગ્યે ઠાકર દુવારો વાણીયાવીડી પ્રાકૃતિક ધામ ખાતે દર્શનાર્થે જશે.

૨૫મીએ સવારે ૯:૦૦ વાગ્યે સ્વામી વિવેકાનંદ કોલેજ ઓફ આર્ટસનો સત્ર આરંભ સ્થળ : અંકુર વિદ્યાલય પાલીતાણા કરાવશે અને યુવાઓ સાથે વાર્તાલાપ કરશે, સવારે ૧૦:૦૦ વાગ્યે પાલીતાણા નગરપાલિકા વિસ્તારમાં પી.એન.આર.સોસાયટી, અંધશાળા જવાના રસ્તે, શ્રધ્ધા સ્ટીલ પાસેઆર.સી.સી. રોડનું ખાતમુહુર્ત કરશે, સવારે ૧૦:૩૦ વાગ્યે યોગેશ્વર સોસાયટી, ગારીયાધાર રોડ ખાતે સાંસદ નિધિમાંથી ફાળવેલ આંબેડકર ભવન હોલનું લોકાર્પણ કરશે. ૧૧:૦૦ વાગ્યે પાલીતાણા ભાજપ કાર્યાલય ખાતેમન કી બાત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૧:૩૦ વાગ્યે હણોલ ગામે અને બપોરે ૨:૦૦ વાગ્યે સમઢીયાળા(મુલાણી) ગામે નર્મદા નીરના વધામણા કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.