રાષ્ટ્રીય કામધેનુ આયોગના ‘કામધેનુ  દિપાવલી’ અભિયાનને કેન્દ્રીય મંત્રીની શુભેચ્છા

રાષ્ટ્રીય કામધેનુ આયોગના ગૌવ્રતી ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયાના આહવાનને સ્વીકારીને આ દિવાળીએ સમગ્ર રાષ્ટ્રમાં ૧૧ કરોડ પરીવારોમાં ગોમય દિવા પ્રગટે અને કામધેનુ દિપાવલી અભિયાન ખરા અર્થમાં સાર્થક બની રહે તે માટે દેશભરની ગૌશાળા-પાંજરાપોળો, ધાર્મિક સંસ્થાઓ, પશુપાલકો, કિશાન, રાષ્ટ્રવાદીઓ અને સેંકડો કાર્યકર્તાઓની ટીમ રાતદિન કાર્યરત બની છે. આગામી દિવસોમાં ગોબરમાંથી બનેલા દિવા દેશના તમામ ઘરોમાં પ્રગટે તો તેનાથી નવી રોજગારીનું નિર્માણ થશે. દેશનો પૈસો દેશમાં રહેશે. વિદેશી આયાતોનું પ્રમાણ અટકશે. કોરોના જેવી મહામારીથી લડવામાં એન્ટીબેકટેરીયલ એવું ગોબર ઉપયોગી બનશે, પવિત્રતાનું વાતાવરણ ફેલાશે અને ખરા અર્થમાં વોકલ ફોર લોકલ’, આત્મ નિર્ભર ભારત અભિયાન” સાર્થક થશે. ભવિષ્યમાં દૂધ ન દેતી ગાયો રખડતી તેમજ કતલખાને જતી અટકશે કારણ કે ગાયના ગોબરમાંથી પણ આવક પ્રાપ્ત થશે. ભારત સરકારના કેન્દ્રીય કૃષિ મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલાને આ સમગ્ર અભિયાન અંગે રાષ્ટ્રીય કામધેનુ આયોગના મિતલ ખેતાણી, અમર તલવારકર, ધીરેન્દ્ર કાનાબારે વિસ્તૃત માહિતી આપી હતી, તથા ગાયના ગોબરમાંથી બનતી અનેકવિધ વસ્તુઓનું નિર્દેશન કરી ભેટ આપી હતી. કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબે પર્યાવરણ રક્ષા અને ગૌરક્ષાનાં આ પરમ સત્કાર્ય અંગે પોતાનાં અંતરની પ્રસન્નતા વ્યકત કરી હતી તથા પોતાના તેમજ ભારત સરકારના તમામ સહયોગની ખાત્રી આ અભિયાન અંગે આપી હતી.

Loading...