Abtak Media Google News

દરેક નાગરિક લાંબા આયુષ્યવાળા પાંચ વૃક્ષવાવે

ગાંધીનગર મતક્ષેત્રના નાગરિકો આ વર્ષે પણ હરિયાળી બનાવવા સક્રિય ભૂમિકા ભજવે: અમિત શાહ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગત વર્ષે તમામ સાંસદોને પોતાના મતવિસ્તારને હરિયાળું બનાવવા માટે કરેલ અપીલ સંદર્ભે ગાંધીનગર લોકસભા મતક્ષેત્રની જનતાએ પોતાની સોસાયટી, ફ્લેટ, આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરીને જે અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો હતો તે બદલ ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે સૌનો આભાર વ્યક્ત કર્યો છે.

સાથો સાથ તેમના મતવિસ્તાર ગાંધીનગર લોકસભાને વધુ હરિયાળો બનાવવા મતક્ષેત્રના પ્રબુધ્ધ નાગરીકો, વિવિધ સોસાયટીઓના ચેરમેન/ સેક્રેટરીઓ, ચૂંટાયેલ તમામ હોદ્દેદાર ઓને તેમના રહેણાંક વિસ્તારની સોસાયટી, ફ્લેટ અથવા આસપાસના વિસ્તારમાં ઓછા પાંચ લાંબા આયુષ્ય વાળા વૃક્ષો જેવા કે લીમડો પીપળો જાંબુને રોપવા માટે પત્ર લખી અપીલ કરી છે.

પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ એ એક ખૂબ જ અગત્યનું પાસું છે ત્યારે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે કોરોના મહામારી સામેની લડાઇ આપણે સૌ મક્કમતાપૂર્વક લડી રહ્યા છીએ ત્યારે વૃક્ષારોપણના આ અભિયાન અંતર્ગત આ વર્ષે પણ આપણા ગાંધીનગર લોકસભા ક્ષેત્રને વધુ હરિયાળું બનાવવા સૌ નાગરિકો સક્રિય ભૂમિકા ભજવે તે માટે ખાસ અપીલ કરી, મોટી માત્રામાં વૃક્ષારોપણ કરી, વૃક્ષોને પાણી પીવડાવવા સહિતની વ્યવસથા સુનિશ્ચિત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે સોસાયટીના ચેરમેન / સેક્રેટરીઓ તેમજ ચૂંટાયેલ હોદ્દેદારોને અપીલ કરતાં પત્રમાં વૃક્ષારોપણ માટે વૃક્ષ મેળવવામાં કોર્પોરેશન મ્યુનિસિપલ કોર્પોરેશન, વન વિભાગના સંબંધિત અધિકારીઓ અને ભાજપાના પદાધિકારીઓ મદદરૂપ થશે, તેવા વિશ્વાસ સાથે તેઓના સંપર્ક નંબર પણ જણાવ્યુ છે.

વૃક્ષારોપણ માટે જે તે વિધાનસભા ક્ષેત્રના નાગરીકો માટેના ટેલીફોન નંબરની સૂચિ આ મુજબ છે.

૩૬-ગાંધીનગર ઉત્તર ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનના વિસ્તાર માટે પાર્થ ચૌધરી (૯૪૨૭૭ ૪૯૬૭૩) ગ્રામીણ વિસ્તાર માટે ભોળાભાઇ પટેલ આર.એફ.ઓ. (૬૩૫૩૫ ૯૮૦૮૫) કલોલમાં બી બી સોલંકી આર. એફ. ઓ. (૯૭૭૩૪ ૮૩૭૫૧), સાણંદમાં નટુભાઇ મકવાણા આર. એફ. ઓ. (૯૯૨૪૭ ૯૮૫૫૭), ઘાટલોડિયામાં મોહિતકુમાર ડી પટેલ (૯૭૧૨૭ ૦૦૭૫૧), વેજલપુરમાં દેવેન્દ્રકુમાર દેસાઇ (૭૫૬૭૮ ૭૭૩૨૫), નારણપુરામાં અજીતકુમાર દેસાઇ (૯૭૧૨૭ ૦૦૮૭૧),સાબરમત્તીમાં અજીતકુમાર દેસાઇ (૯૭૧૨૭ ૦૦૮૭૧)છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.