Abtak Media Google News

ગાંધીનગર મહાપાલિકાના ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન: અનેક યોજનાઓનો શિલાન્યાસ

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહ આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓના હસ્તે વિવિધ વિકાસ કામોનું લોકાપર્ણ તથા ખાતમુહુર્ત કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હસ્તે આજે સવારે ગાંધીનગર મહાનગરપાલિકાના ઇન્ટીગ્રેટડ કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ ‚મનું ઉદધાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાત્મા ગાંધી મંદીર ખાતે વિવિધ વિકાસ કામોનું લોકોર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

તેઓના હસ્તે કલોલ- મહેસાણા હાઇવે પર બનાવવામાં આવેલા ફલાયઓવર બ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જયારે કલોલ માર્કેટીંગ યાર્ડના ગેસ્ટ હાઉસ તથા પ્રવેશ દ્વારને પણ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. બપોરે ૧૨.૧૫ કલાકે તેઓના હસ્તે દિવ્યાંગોને સાધન સહાય અર્પણ કરાય હતી.

એરપોર્ટ પર ગૃહમંત્રી અમિતભાઇ શાહનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને મંત્રીમંડળના સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાની છ બેઠકોની ચૂંટણીમાં ભાજપને મળેલી નિષ્ફળતા અંગે સમીક્ષા કરવા માટે આજે ગૃહમંત્રી પ્રદેશ ભાજપના સંગઠનોના હોદ્દેદારો સાથે બેઠક યોજે તેવી સંભાવના જણાઇ રહી છે. ગૃહમંત્રીના આગમનને લઇ ગાંધીનગર અને કલોલમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.