Abtak Media Google News

પંચાયત સિંચાઈ વર્તુળ-રાજકોટ હેઠળનાં રૂ|.૧૯૪૪.૪૮ લાખનાં કુલ ૧૬ કામો હાથ ધરાશે: કેન્દ્ર સરકારનો વિશેષ આભાર માનતા સાંસદ પૂનમબેન

જામનગર લોકસભાનાં સંસદ સભ્ય પૂનમબેન માડમની જહેમતથી કેન્દ્ર સરકારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના નાની સિંચાઈનાં ચાર કામો માટે રૂ|.૪૬૬.૨૧ લાખનો ખર્ચ મંજુર કર્યો છે. પંચાયત સિંચાઈ હસ્તકનાં ડેમોમાં રીપેરીંગ સહિતનાં કામોની જરૂર હતી જે અંગે લગત ગામોનાં સરપંચો, પ્રજાપ્રતિનિધીઓ, આગેવાનો, ખેડુતોની રજુઆતો હતી જેનાં ઉપર ગંભીરતા લઈ સાંસદ પૂનમબેનએ કેન્દ્ર સરકારમાં ભારપૂર્વક રજુઆત કરી હતી. જેનાં પગલે કેન્દ્ર સરકારની મીનીસ્ટ્રી ઓફ વોટર રીસોર્સીસ દ્વારા વિવિધ જિલ્લાઓનાં પંચાયત સિંચાઈની યોજનાઓનાં રીપેર, રીનોવેશન અને રીસ્ટોરેશન ઓફ વોટર બોડીઝનાં કામો મંજુર કર્યા છે. જેમાં રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળ કુલ-૧૬ કામો રૂ|. ૧૯૯૪.૪૮ લાખનાં મંજુર થાય છે. આ કામોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં કલ્યાણપુરની ભંગ નાની સિંચાઈ યોજનાનું રૂ|.૬૫.૫૫ લાખનું કામ, ખંભાળીયા તાલુકાની સિંહણ નાની સિંચાઈ યોજનાનું રૂ|.૧૩૨.૨૬ લાખનું કામ, જામનગર જિલ્લાનાં કાલાવડ તાલુકાનાં બાલંભડી નાની સિંચાઈ યોજનાનું રૂ|.૧૭૩ લાખનું કામ અને ધ્રોલ તાલુકાનાં હમાપરની નાની સિંચાઈ યોજનાનું રૂ|.૯૫.૧૪ લાખનું કામ મળી કુલ રૂ|.૪૬૬.૨૧ લાખનાં ચાર કામો મંજુર થયા છે. આ કામો થવાથી લગત વિસ્તારનાં ખેડુતો માટે સિંચાઈની સુવિધા થતા જગતનાં તાતને ખુબ જ સાનુકૂળતાઓ થશે. આ કામો મંજુર કરવા બદલ સંસદસભ્ય પૂનમબેન માડમે કેન્દ્ર સરકારનો આભાર વ્યકત કર્યો છે. તેમજ રાજય સરકારનો પણ આભાર વ્યકત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સતત બીજી વખત જંગી લીડથી ચુંટાયેલા સાંસદ પુનમબેન માડમની આ ટર્મમાં ખેતીપ્રધાન રાષ્ટ્રમાં ખેતીને લગત કામો મંજુર કરાવવાથી શુભ શરૂઆત થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.