Abtak Media Google News

૧૫મી જુલાઇ સુધી ફોર્મ ભરી શકાશે: ૨૬મીએ પ્રવેશ પરીક્ષા અને ૧૦ ઓગસ્ટથી ક્લાસ ચાલુ થશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં વિદ્યાર્થીઓ આઈએએસ/ આઈપીએસ બને અને ઉચ્ચ પદવી હાંસલ કરે તે હેતુથી ગત વર્ષ ૨૦૧૯થી જિઓ યુપીએસી ભવન શરૂ કરવામાં આવ્યું છે. આ જિઓ-એસયુ યુપીએસસી ભવન અંતર્ગત ૨૦૧૯માં ૧૫૬ વિદ્યાર્થીઓ યુપીએસીની પ્રિલિમ્સ અને મેઈન્સ પરીક્ષા માટે એનરોલ કરવામાં આવ્યા છે. કુલ ૨૨૦૦થી વધારે વિદ્યાર્થીઓએ ગત વર્ષ કોચિંગ માટેની પ્રવેશ પરીક્ષા આપી હતી. તેમાંથી સિલેકટ થયેલ ૧૫૬ વિદ્યાર્થીઓ હાલ યુપીએસીની પ્રિલિમ્સ અને મેઈન્સ પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે.

આ જિઓ એસયુ યુપીએસી ભવન જૈન મહારાજ સાહેબ પ.પૂ.નયનપદ્મ અને પ.પૂ.મૈયાણા મહાસતીજીની પ્રેરણા અને આશીર્વાદ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્નથી શરૂ કરવામાં આવ્યું છે. જિઓ યુપીએસી ભવનની વિશેષતા એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓને યુપીએસીનું કોચિંગ મળે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંચાલિત આ ભવનમાં જિઓ તરફથી દિલ્હીથી યુપીએસીના શ્રેષ્ઠ તજજ્ઞો રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. દર ૧૫ દિવસે બે તજજ્ઞો ખાસ દિલ્હીથી આવે છે અને પોતાનો ટોપિક બનાવી દિલ્હી પરત ફરે છે અને ત્યારબાદ નવા ૨ તજજ્ઞો આવે છે. એસયુ યુપીએસી ભવનનો ઉદેશ્ય એ છે કે સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓ આઈએએસ-આઈપીએસ બને યુપીએસીની પરીક્ષા પાસ કરી શ્રેષ્ઠ હોદાઓ પર પોતાનું સ્થાન અંકિત કરે.

આ ઉદેશ્યથી દિલ્હીના શ્રેષ્ઠ તજજ્ઞો રાજકોટ આવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે વિદ્યાર્થીઓને ભણાવે છે. આ કોચિંગ વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ નિ:શુલ્ક છે એક પણ રૂપિયાનો ચાર્જ વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતો નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જિઓ (જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન) દ્વારા સંયુકતપણે વિદ્યાર્થીઓને બેસ્ટ કોચિંગ અને બેસ્ટ ફેસીલીટી મળે તે હેતુથી આ ભવન શરૂ કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે ૨૦૨૦ અંતર્ગત નવા અભ્યાસ પામેલ વિદ્યાર્થીઓને કોચિંગમાં પ્રવેશ માટે એક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા સંપૂર્ણ ઓનલાઈન રહેશે. આ ઓનલાઈન પરીક્ષા ૨૦૦ માર્કસની રહેશે. આ પ્રવેશ પરીક્ષા અંતર્ગત ગ્રેજયુએટની છેલ્લા વર્ષની પરીક્ષા આપી હોય અથવા તો તેનાથી ઉપરના કોઈપણ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ આ પ્રવેશ પરીક્ષા આપી શકે છે.

આ કોચિંગ સેવાનો લાભ મેળવવા સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવે છે કે, ઉત્સાહપૂર્વક યુપીએસી પરીક્ષા પાસ કરી આઈએએસ/આઈપીએસ બનવા આગળ આવે અને બેસ્ટ કોચિંગ મેળવવા માટે જિઓ એસયુ યુપીએસી ભવનની કોચિંગ માટેની પ્રવેશ પરીક્ષા પાસ કરી નિશુલ્ક કોચિંગ મેળવે. એક વર્ષ માટે પ્રવેશ પરીક્ષા માટે એટલે કે યુપીએસીની પ્રિલિમ્સ અને મેઈન્સ પરીક્ષા માટે સંપૂર્ણ તેમજ સઘન તાલીમ આપવામાં આવશે. આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મની વ્યવસ્થા કરવામાં આવી છે. જે જિઓ-એસયુ યુપીએસી ભવનની વેબસાઈટ પર મુકવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ ગ્રેજયુએટની છેલ્લા વર્ષની પરીક્ષા આપેલ તેનાથી ઉપરના કોઈપણ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને ફૂલ ટાઈમ કોચિંગ મેળવવા પ્રવેશ મેળવવાની ઈચ્છા હોય તો આ લીંક પર જઈને પોતાનું એડમિશન ફોર્મ ભરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.