Abtak Media Google News

Table of Contents

ભગવાન અધર્મના નાશ માટે અવતર્યા કરે છે, ને અધર્મતો વધ્યા જ કરે છે… આપણા દેશમાં પાંગળાને વધુ પાંગળા, પંગુને વધુ પંગુ અને ગરીબોને વધુ ગરીબ બનાવતા રહેલા સમાજને જો બદલી ન આપે તો આપણા શાસનકર્તાઓને હટી જવાની આપણી પ્રજાએ ફરજ પાડવી જ જોઈએ…

દેશ આઝાદ થયો તેને પોણો સો વર્ષ થવા આવ્યા અને ઘણી બધી ચૂંટણીઆ આવી ગઈ તોય આ દેશની ધરતીનો અને પ્રજાનો શો દી’ વળ્યો છે ? ‘સંભવામિ યુગે યુગે’નું વચન પાળવાના આગામી જન્માષ્ટમી કરતા વધુ ઉચિત સમય કયો હોઈ શકે ? પૂણ્ય કરતા પાપ વધી ગયા છે… ગોલાઓ રાજા થઈ ગયા પાપીઓ પ્રધાનો થઈ ગયા… જો કોઈ દેશ પાપે દટાઈ જતા હોય તો આ દેશ દટાઈ જવાના આરે ઉભો છે, એવી અતિ આકરી ટકોર આ દેશના પાપીજનોને કોઈકે તો કરવી જ પડે તેમ છે

આપણા દેશની વર્તમાન હાલત આ અગાઉ કદાચ કયારેય આજના જેટલી ખરાબ અને કદરૂપી ન હોતી…

રાજકીય ક્ષેત્રે ધર્મનું અને નીતિમતાનું બેફામ દુરાચરણ થઈ રહ્યું છે.

અધર્મના નાશ માટે ભગવાન અવતર્યા કરે છે, ને અધર્મતો વધતો જ રહ્યો છે.

‘સંભવામિ યુગે યુગે’નું વચન પાળવા માટે આગામી જન્માષ્ટમી ગોકુળઅષ્ટમી કરતાં વધુ ઉચિત દેશકાળ બીજો કર્યો હોઈ શકે એવો વિચાર ભલભલાને આવે તેમ છે !

જો કે, ! ‘કોરોના’ના ફુંફાળાઓએ જન્માષ્ટમી જેવા મોંઘેરા પર્વની ઉજવણી ઉપર બ્રેક લગાવી દીધી હોવાનું અપશુકન કરી દેવાયું છે.

આપણા ધર્મપ્રધાન દેશમાં ધાર્મિક-પર્વો-તહેવારોની ઉજવણી બંધ રાખવાની ફરજ પાડે એવું પ્રજાને અને પરમાત્માને અણગમતું પગલું આ પહેલીવાર લેવાઈ રહ્યું છે. ‘કોરોના’ને જો માનવજાતે કરેલા પાપનો બદો લેખીએ તો પણ એ અમંગળ એંધાણ તો બને જ છે.

તમામ શાસકોએ રાષ્ય્રના નવનિર્માણની મોટી મોટી વાતો કરી; હજુ પણ કર્યા કરે છે. જૂની રેકોર્ડ વગાડયા કરે છે.. પ્રયોગો થતા રહ્યા છે, આયોજનો થતા રહ્યા છે. નવી નવી નીતિઓ અપનાવાતી રહી છે. પાકિસ્તાનની સામેના યુધ્ધ પણ જીતાયા છે.

ધરમ-કરમનાં ઢોલ પીટાયા છે. મંદિર સંસ્કૃતિનો આશરો લેવાયો છે. મસ્જિદોની બાંગના પવિત્ર ધ્વનીને આંદોલિત કરાયો છે. સહુ કોઈ જાણે છે કે આ દેશની પ્રજા કૃષ્ણપ્રેમી છે. આ દેશની પ્રજા કૃષ્ણઘેલી છે. કૃષ્ણને સંબોધીને અર્જુને કહ્યું હતુ.. તમે આદિ પુરૂષ છો. તમામ કારણોનું કારણ છો તમે પરબ્રહ્મ છો. તિર્થધામ છો. તમે પરમ પવિત્ર છો. તમે પરમ સત્ય છે. તમે સનાતન દિવ્ય પુરૂષ છો. તમે સર્વવ્યાપી સૌન્દર્ય છો. તમે પૂણ્ય પુરૂષોતમ પરમેશ્ર્વર છો. તમે જગદગુરૂ છો.

જેને દુનિયા સમજાતી નતી, એને તમે સમજાયા નથી. એજ કારણ છે. જો કૃષ્ણ સમજાય તો એ સમજાય જાય. કૃષ્ણને સમજવા જેવા છે. ને કૃષ્ણમાં જીવવા જેવું છે.

મીરા એ વાતનું ઉદાહરણ છે કે કૃષ્ણમાં જીવી શકાય. એ કૃષ્ણ કહેતેમ કરતી હતી. એ ખવડાવે તે કાતી હતી. એ જયા બેસાડે ત્યાં બેસતી હતી મીરાએ એટલે સુધી કહ્યું હતુ કે તમે જો વેચવા ઈચ્છો તો હું વેંચાઈ પણ જાઉ અને ડુંગર ચઢવાનું કહો તો ચઢી જાઉ. તમારા મંદિરની ઓસરીમાં રહીને તમારી સેવાચાકરી કરૂ અને ભકિત કરૂ. આમ મીરાને કૃષ્ણ સમજાઈ ગયા હતા. રાધાને અને ગોપીઓને પણ સમજાઈ ગયા હતા.

આપણો દેશ અત્યારે અધાર્મિકતાના અને અનાચારનાં પડકારો વચ્ચે ઉભો છે. આતંકવાદી-તોડફોડ પણ પાછળ રાખી દે એટલી હદે રાજકીય પક્ષોમાં તોડફોડ કરાવાની રીતસર સ્પર્ધા ચાલી રહી છે. અને પક્ષાંતર કરાવવાની હલકટાઈએ માઝા મૂકી છે. સંસદ સભ્યો રીતસર આ દેશને લૂંટતા હોવાનો અને પોતાના જ વર્તન દ્વારા બળ આપી રહ્યા હોવાનો ઉકળાટ આખો દેશ અનુભવે છે. ગરીબો તો કોઈ મા-બાપ એના સાતેય દીકરા લૂંટારા બનીને પોતાના દેશની આબરૂના કાંકરા કરતા હોય એવો વલોપાત કરે છે.

અહીં વધુ પીડાની વાત તો એ છેકે દેશમાં ગામડે ગામડે લોકો મોંઘવારીનો રાક્ષસ તેમજ ગરીબાઈની વેદનાથી ગળે આવી જઈને એમ કહેવા લાગ્યા છે કે, અત્યારના શાસકો કરતા તો રાજાઓના રાજ સારા હતા. અંગ્રેજી રાજ પણ ગુલામીના કલંક વચ્ચેય ચઢિયાતા હતા.

આ શરમજનક ઘટના લાંબી છે.

એટલે જ એમ કહેવું પડે છે કે, આપણા દેશમાં ધાર્મિક લોકોની સંખ્યામાં ઘટાડો થતો રહ્યો છે અને અધાર્મિકોનો રાફડો ફાટયો છે, અને આ હાલત હજુ ચાલુ ચે.

ભગવાન અધર્મના નાશ માટે અવતર્યા કરે છે. અને તે ઘટનાને નજરઅંદાજ કરીને અધર્મ વધતો જ રહ્યો છે.

આપણો દેશ આઝાદ બન્યાને પોણોસો વર્ષ થવા આવ્યા અને ઘણી બધી ચૂંટણીઓ આવી ગઈ તોય આ દેશની ધરતીનો અને પ્રજાનો કશોજ દા’ડો વળ્યો નથી.

જન્માષ્ટમી-ગોકુળઆઠમ વચનો પાળવા માટે ઉચિત સમય છે. એમ આ દેશની વર્તમાન બેહાલી જોઈને લાગે જ છે… ભગવાન આ દેશને અને એની પ્રજાને બચાવશે જ !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.