Abtak Media Google News

એસટીના ૪૦ ડ્રાઇવર-કંડક્ટરોને કરાઇ સજા: અધિકારીઓના મનસ્વી વલણના વિરોધમાં હડતાલની ચિમકી.

પેસેન્જરોને સમયસર બસની માહિતી મળી રહે તે હેતુથી ગુજરાત એસટી નિગમની ૩ હજારથી વધુ બસમાં જીપીએસ સિસ્ટમ લગાવાઈ છે.

જેનાથી બસની સ્થિતિ જાણી નિગમના અધિકારીઓએ છેલ્લા એક સપ્તાહથી લાંબારૂટની બસો બિન અધિકૃત રીતે માર્ગમાં રોકાતી હોવાનું જણાતા ડ્રાઈવર કંડક્ટરો સામે કાર્યવાહી શરૂ કરતા કર્મચારીઓમાં

રોષ છે.

નિગમના અધિકારીઓના મનસ્વી વલણ સામે એસટીના ત્રણેય માન્ય યુનિયનની સંકલન સમિતિએ ૧૬-૧૭ માર્ચે રાજ્યની તમામ

બસોના ચક્કાજામ કરવાની ચીમકી આપી છે.

બસ સમયસર છે કે મોડી છે, હાલમાં ક્યાં છે તે જાણી શકાય તે માટે એસટી નિગમ દ્વારા એક વર્ષ પહેલા બસોમાં જીપીએસ સિસ્ટમ લગાવવાની શરૂઆત કરાઈ હતી. ખાનગી કંપનીની મદદથી અત્યાર સુધી ૩ હજારથી વધુ બસોમાં જીપીએસ સિસ્ટમ લગાવાઈ છે અને તેના ભાડા પેટે નિગમ ખાનગી કંપનીને કરોડોનું ભાડું ચૂકવાઈ રહ્યું છે.

જીપીએસ સિસ્ટમનો લાભ પેસેન્જરોને મળતો નથી કેમ કે નિગમે કોઈ સિસ્ટમ તૈયાર કરી નથી જેથી પેસેન્જરો બસની માહિતી મેળવી શકે.

બીજી બાજુ નિગમના અધિકારીઓએ જીપીએસ સિસ્ટમથી બસોનું ટ્રેકિંગ કરી બસ ક્યાં રોકાઈ કેટલા સમય સુધી રોકાઈ તે જાણી કરી બિનઅધિકૃત રોકાણના નામે ડ્રાઈ્વરો અને કંડક્ટરો સામે પગલાં ભરવાનું શરૂ કર્યું છે. બુધવારે અમદાવાદમાં ૪ કર્મચારી સામે દંડાત્મક તેમજ ગાંધીનગરમાં બે કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જ્યારે અમદાવાદ ડિવિઝનમાં ૧૦ દિવસમાં ૬ ને સસ્પેન્ડ તેમજ ૩૪ લોકો સામે ૧૦૦૦ રૂપિયા સુધી દંડાત્મક કાર્યવાહી કરવી છે. કાર્યવાહી રાજ્યના તમામ ડિવિઝન દ્વારા કરાઈ રહી હોવાથી ડ્રાઈવરો કંડક્ટરોમાં રોષ ફેલાયો છે.

બિનઅધિકૃત રોકાણના નામે ડ્રાઈવરો-કંડક્ટરો સામે

નિગમ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરાઈ રહી છે.

અધિકારીઓના પગલાના વિરોધમાં તેમજ સાતમા પગારપંચની ભલામણો લાગુ કરવા સહિત અન્ય માગણીઓના ઉકેલમાં થઈ રહેલા વિલંબના પગલે એસટીના ત્રણેય યુનિયનની સંકલન સમિતિએ આગામી દિવસોમાં આંદોલનની ચીમકી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.