Abtak Media Google News

વધુ વ્યાયામથી વાયુ દોષ વધી જતો હોવાથી વ્યાયામ યોગ્ય માત્રામાં કરવો ખુબ જરૂરી

વ્યાયામની આયુર્વેદમાં પરિભાષાએ છે કે શરીરનું એવું કામ કર્મ જે શરીરને બળ પુરૂ પાડે તેને વ્યાયામ કહી શકાય. વ્યાયામ શરીર માટે કેટલુ જરૂરી છે. તેમજ કેટલી માત્રામાં કરવું તે અંગે વી.એમ. મહેતા ઈન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદના આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. ધવલ મકવાણા ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવે છે કે આયુર્વેદમાં ‘શરીર ચેષ્ટા યા ચ ઈષ્ટ’ જેમ ઈષ્ટ એટલે કે મનને ગમતુ હોય. વ્યાયામ કરવાથી બળનું વર્ધન થાય છે. અને વ્યાયામની ક્રિયા મનને આનંદ આપનારી હોય છે.વ્યાયામ અને એકસરસાઈઝ બંને અલગ છે.

વધુમાં ડો. ધવલ મકવાણા જણાવે છે કે વ્યાયામ યોગ્ય માત્રામાં કરવું ખૂબજ જરૂરી છે. વધુ વ્યાયામથી વાયુ દોષ વધે છે. શરીરનું બળ અડધું થાય ત્યાં સુધી જ વ્યાયામ કરવું જોઈએ. એટલે શરીરનાં અંગો પર પરસેવો જેમકે કપાળ, નાકમાં પરસેવો વળે ઉપરાંત હૃદયમાથી ઉંડા ઉંડા શ્ર્વાસ ચડવા લાગે, ધબકારા નોર્મલ કરતા વધી જાય ત્યારે અડધુ બળ વપરાઈ ગયું સમજવું એટલે જરૂરી વ્યાયામ થઈ ગયું હોય છે. દરેક શરીરની વ્યાયામની જરૂરિયાત તેમજ પોષણની જરૂરિયાત અલગ અલગ હોય છે.

વ્યાયામ બળવર્ધક જયારે એકસરસાઈઝમાં સ્ટ્રેન અને એન્ડયુરસની વાત છે. એકસરસાઈઝમાં મન, ઈન્દ્રિયની કોઈવાત નથી જયારે વ્યાયામમાં મન-ઈન્દ્રીય બંનેની વાત છે. એટલે કે મનને આનંદ આપવાની વાત છે. કસરતમાં એરોબીક, એનએરોબીક, વેઈટ ટેઈનીંગ, સ્ટ્રેથ ટ્રેઈનીંગ વગેરે પ્રકાર છે. એરોબીક એકસેરસાઈઝમાં બોડીની એકિટવીટી જેમાં લાર્જ મશલ્સ ગ્રુપ ઈન્વોલ્વ થાય છે. જયારે રોજીંદી પ્રક્રિયા જેમાં સ્વીમીંગ, ચાલવું, દોડવું, સાઈકલીંગ વગેરે વ્યાયામના ક્રાઈટ એરીયા સાથે મેચ થાય છે. ફકત એક ગ્રુપના મસલ્સને ટ્રેઈન કરવું તેને એરોબીક કહે છે બંનેના ફાયદા પણ અલગ અલગ છે.

શ્ર્વાસ ચડે, પરસેવો વળે ત્યારે વ્યાયામ પૂર્ણ થાય છે.પરંતુ ત્યારબાદ જ એકસરસાઈઝ શરૂ થાય છે. એરોબીક એકસરસાઈઝમાં મન વધારે જોડાયેલું હોય છે. જેમકે આપણે સાઈકલીંગ કરીએ, ડાન્સ કરીએ વગેરે પ્રવૃત્તિ ગમે છે.કોઈપણ કસરતમાં મનની હાજરી ખૂબજ જરૂરી છે. જો મનને આનંદ આવે તો જ યોગ્ય પરિણામ મળી શકે છે.

કેવી વ્યકિતઓએ વ્યાયામ ન કરવો જોઈએ તેના જવાબમાં ડો. ધવલ મકવાણા જણાવે છે કે નાના બાળકો, વૃધ્ધો વગેરેમાં વિકારો હોય છે. વૃધ્ધોમાં વાયુનો વિકાર વધુ હોય છે. ત્યારે સતત વાયુનો વિકાર વધતો હોય તેવું કામ કરનાર વ્યકિત ભાર ઉપાડીને કામ કરતી વ્યકિત આવા લોકો વ્યાયામ યોગ્ય માત્રામાં અથવા ન કરે તો પણ ચાલે અંતમાં ડો. ધવલ મકવાણા જણાવે છે કે, અત્યારે લોકો શરીરને સુડોળ-મજબુત બનાવવા પ્રોટીન પાવડર લે છે. પરંતુ માર્કેટમાં પ્રોટીન પાવડરનું ડુપ્લીકેશન ખુબ વધ્યું છે. ત્યારે આવા કોઈપણ પ્રકારનાં અખતરા કરતા પહેલા યોગ્ય નિષ્ણાંતનું માર્ગદર્શન કે સલાહ લેવી અતિ આવશ્યક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.