Abtak Media Google News

જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઈન્સ્પેકટરની સુચારુ સંકલનથી કાર્યક્રમો દીપી ઉઠયા

રાજય સરકાર દ્વારા મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત જામનગર જિલ્લામાં પણ દરેક લગત વિભાગો દ્વારા આયોજનો થયા હતા. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી કણસાગરાના માર્ગદર્શન અને કારકિર્દી ઘડતરના માર્ગદર્શક વ્યાખ્યાનો કાર્યક્રમો દીપી ઉઠયા હતા.

જેમાં ધ્રોલની જી.એમ.પટેલ ક્ધયા વિદ્યાલયના સુધાબેન, અલ્પાબેન, કાજલબેન દ્વારા જોડીયામાં યુ.પી.વી.કન્યા વિદ્યાલયમાં જામજોધપુરમાં નગર પંચાયત કન્યા વિદ્યાલયમાં ભારતીબેન, નિશાબેન, આઈ.ટી.આઈના મહિલા ઈન્સ્ટ્રકટર પ્રતિભાબેન, રસીલાબેન દ્વારા કે જેઓ શિક્ષકો છે.

નિવૃત શિક્ષકો છે, પ્રજાપતિનિધિ છે. કારકિર્દીમાં બહેનોને માટે સમગ્ર આયોજન થયું હતું તે માટે વિષય ફાળવણી અને સમગ્ર આયોજનની રૂપરેખા બીનાબેન દ્વારા તૈયાર કરાઈ હતી. જેમાં શિક્ષણનું મહત્વ શિક્ષણ દ્વારા ઘડતર અને એકંદર જાગૃતિ અંગેનું વિષદ માર્ગદર્શન પુરુ પડાયું હતું

. ઉલ્લેખનીય છે કે હાલારમાં બહેનોનો શિક્ષણ દર છેલલા દાયકાથી પણ વધુ સમયની સરકારની જહેમતથી વઘ્યો છે. બહેનો અભ્યાસ કરી ટેકનીકલ અને ઔધોગિક કોર્ષ કરી નોંધપાત્ર રીતે કારકિર્દી ઘડતર મહિલા સશકિતકરણની જહેમત વિભાગોની જહેમત અને સૌ બહેનોના ઉત્સાહથી સાર્થક થઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.