Abtak Media Google News

૨૦મી એપ્રિલે એલ.પી.જી. પંચાયત હેઠળ સ્વચ્છ ઈંધણ, પર્યાવરણ બચાવો અંતર્ગત લોકજાગૃતિ કાર્યક્રમો

સમગ્ર રાજયમાં સરકાર દ્વારા ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે ત્યારે આગામી તા.૨૦ના રોજ જિલ્લા કલેકટર અને જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ આઈઓસી દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં એલપીજી પંચાયત કાર્યક્રમ યોજાશે. જેમાં લોકોને એલપીજી દ્વારા સ્વચ્છ ઈંધણ સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવશે. સાો સા રાજકોટ જિલ્લાના ત્રણ તાલુકાના ત્રણ ગામોને ઉજ્જવલા યોજના અંતર્ગત રાંધણ ગેસ કનેકશન પણ આપવામાં આવશે.

20180413 121207જિલ્લા પુરવઠા અધિકારી જોષીએ જણાવ્યું હતું કે, આગામી તા.૨૦ એપ્રીલી સમગ્ર જિલ્લામાં આઈઓસી દ્વારા જે તે વિસ્તારના તાલુકાના એલપીજી ડિસ્ટ્રીબ્યુટરના સહયોગી એલપીજી પંચાયત યોજવામાં આવશે. જેમાં એલપીજી કનેકશન વાપરતા ગ્રાહકો અન્ય લોકોને રાંધણગેસ અંગેના ફાયદાઓ સમજાવશે. સાો સા સ્વચ્છ ઈંધણ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે જરૂરી હોવાનું જણાવી સેફટી અંગે પણ જાગૃતિ લાવશે.

વધુમાં પુરવઠા અધિકારી જોષીએ ઉમેર્યું હતું કે, ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત રાજકોટ તાલુકાના ગોલીડા, લોધીકા તાલુકાના પારડી અને ઉપલેટા તાલુકાના ચિખલીયા ગામના લાર્ભાીઓને ઉજ્જવલા યોજના હેઠળ રાંધણ ગેસ કનેકશનો પણ આપવામાં આવશે અને લોકોનાં એલબીજી વપરાશ અંગે જાગૃતિ લાવવા વિડિયો ફિલ્મ પણ દેખાડવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.