Abtak Media Google News

યુજીસી રેમેડિયલ કોચીંગ સેન્ટર અને આંકડા શાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિ.ના સંયુકત ઉપક્રમે ભવનના ૧૪૦ થી વધારે વિદ્યાર્થીઓને રાષ્ટ્રીયકક્ષાએ રોજગારી પ્રાપ્ત થાય તે માટે અભ્યાસ ક્રમની સાથે એડઓન કોર્ષ પ્રકારનાં કોમ્પ્યુટરના એડવાન્સ સોફટવેરની નિ:શુલ્ક તાલીમ રેમેડીયલ કોચીંગના માધ્યમથી આપવાનું ૬૦ કલાકનું એકસ્ટ્રા અવર્સમાં આયોજન કરાયેલ છે. આ તાલીમ શાળાના ઉદઘાટનમાં ભવનનાં અધ્યક્ષ અને સિન્ડીકેટ સદસ્ય પ્રો. ગિરીશભાઈ ભીમાણીએ જણાવેલ.

સૌરા.યુનિ. આંકડા શાસ્ત્ર ભવનના છાત્રો ભવનનાનિષ્ણાંત અધ્યાપકો તેમજ અન્ય યુનિ.ઓના નિષ્ણાંતો મારફત કોમ્પ્યુટરની લેટેસ્ટ ટેકનોલોજીના સોફટવેર મશીન લનીંગ ડેટા માઈનીંગ, યુઝીગ, એસકયુએલ રીગ્રીએશન એનાલીસીસ, પ્રીડેકટીવ એનાલીસીસ યુઝીંગ આર, ડેટા સાયન્સ યુઝીંગ એસએએસ, અને સીકસ સીગ્મા વિષયોનું સુક્ષ્મ તાલીમ પ્રેકટીકલ સાથે આપવાનું આયોજન રેમેડીયલ કોચીંગ સેન્ટરના માધ્યમથી ત્રણ બેંચોમાં ગોઠવવામાં આવેલ છેજેનાથી વિદ્યાર્થીઓને રાષ્ટ્રીયકક્ષાએ રોજગારી પ્રાપ્ત કરવામાં મદદ મળશે.

આ પ્રસંગે ભવનના પ્રો. કિશોરભાઈ આટકોટીયા, ડો. જયેશભાઈ ઝાલાવડીયા, આત્મિય યુનિ.ના ડો. પરાગ સી. શૂકલા, ડો. અન્ના સાહેબ સૂર્યવંશી, ડો.દિશા રાંક, કુમારી ફેનલ કચ્છી, કુમારી ઉર્વી જે. રાઠોડ તથા સીસીડીસીનાં સંયોજક પ્રો. નિકેશ શાહ ઉપસ્થિત રહેલ.

આ કાર્યક્રમમાં ભાગલેનાર છાત્રોને આંકડા શાસ્ત્ર ભવનની કોમ્પ્યુટર લેબોરેટરીમાં જુદાજુદા તજજ્ઞો મારફત સઘન તાલીમ આપવાનું આયોજન પણ કરાયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.