Abtak Media Google News

ઉનાના યુવાને કેન્દ્રીય વિજિલન્સને પત્ર લખી તપાસની માંગ કરી

ઉનાના યુવા સામાજિક અને રાજકીય આગેવાન રસિક ચાવડા દ્વારા સૌપ્રથમ ઉના કાગવદર નેશનલ હાઇવેમાં નબળી ગુણવત્તાનું મટીરિયલ્સ વાપરવામાં આવતું હોય પ્લાન મુજબ કામ થતું ના હોય તેમજ નવા નાળાઓ બનાવવાનાં બદલે જૂનાં નાળાઓ જ રીપેરીંગ કરીને બનાવવામાં આવતાં હોય તેવી રજૂઆત પ્રાંત અધિકારી અને નેશનલ હાઇવેના અધિકારીને કરી હતી, ત્યારબાદ તંત્ર હરકતમાં આવતાં નેશનલ હાઇવે ઓથોરિટી એ સબ સલામત ના દાવા સાથે જવાબ અરજદારને રજૂ કર્યો હતો. પરંતુ અરજદારને યોગ્ય જવાબ ના લાગતાં હાલના સ્થળ સ્થિતિનાં ફોટોગ્રાફ સાથે કેન્દ્રીય વિજિલન્સને પત્ર લખીને રજૂઆત કરી હતી કે ભાવનગર સોમનાથ હાઇવેનુ  કાગવદર ઉના પ્રોજેકટનુ કામ એગેડ દિવ લીન્ક હાઇવે દ્રારા કરવામા આવે છે. અને અમારા દ્વારા અગાઉ કરેલ ફરિયાદનાં અનુસંધાને નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા ના પ્રોજેકટ મેનેજર ભાવનગર દ્વારા આપવામાં આવેલ જવાબમા કામ ચાલુ સ્થિતિ હોય ત્યારે સામાન્ય નાગરિક દ્વારા ફોટા પાડી આવી ફરિયાદ થતી્ હોય છે તે સંદર્ભે તો મારે સૌ પ્રથમ તો એ કેહવુ છે કે અમો એક જવાબદાર સામાજિક આગેવાન છીએ. તેમજ એજન્સી દ્વારા એવું કહેવામાં આવ્યું કે કામ ચાલુ હતું પરંતુ ચાલુ કામ હોય ત્યારે જ સાચી હકીકત ખબર પડે કે કામ નબળી ગુણવત્તાનું મટીરિયલ્સ વાપરવામાં આવે છે કે નહીં. પ્લાન એસટીમેન્ટ મુજબ કામ થઈ રહ્યું છે કે નહીં ? તેમજ જુના હાઈવેના પુલને રિપેરિંગ કરીને ઉપરથી કામ પૂર્ણ થયું ગયું છે. આમ કામગીરી ચાલુ અવસ્થામાં હોય ત્યારે પણ ફરિયાદ થઇ શકે. આ અંગે નિષ્ણાંત ઉચ્ચ અધિકારીઓ દ્વારા તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેમજ એજન્સી દ્વારા પત્રમાં રજૂ કરેલા ફોટોગ્રાફની સ્થળ સ્થિતિ અંગેનું પંચનામું અને તપાસ કરવામાં આવે તેમજ આ તપાસમાં  અરજદાર સાથે રાખવામાં આવે અને  બેદરકારી સબબ કંપનીના જવાબદાર અધિકારી ઓ, ઇજનેરો, પ્રોજેક્ટના જવાબદાર કર્મચારી તમામ સામે પગલા લેવાની માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.