નિધિ સ્કુલ દ્વારા અન્ડર ૧૭ કબડ્ડી સ્પર્ધા ‘પ્રજાસત્તાક કપ’નું આયોજન

આઠ ટીમો ભાગ લેશે: વિજેતા રનર્સઅપ ટીમને ટ્રોફી આપી સન્માનીત કરાશે

નિધિ સ્કુલ દ્વારા પ્રજાસતાક પર્વ નિમિતે બપોરે ૨ થી ૬ દરમ્યાન પી.ડી. માલવીયા કોલેજ કેમ્પસ ખાતે ‘પ્રજાસતાક કપ’ અન્ડર ૧૭ કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. અન્ડર ૧૭ કબડ્ડી સ્પર્ધામાં રાજકોટની સરદાર પટેલ સ્કુલ આદર્શ નિવાસી સ્કુલ, કલ્યાણ હાઈસ્કુલ, સર્વોદય હાઈસ્કુલ પાઠક હાઈસ્કુલ ધોળકીયા સ્કુલ મોદી સ્કુલ, પંચશીલ સ્કુલની ૮ (આઠ) ટીમો ભાગ લેશે.

આ કબડ્ડીની સ્પર્ધામાં કોઈ પણ જાતની ફી રાખવામા આવેલ નથી. કબડ્ડીની રમતમાં ખેલાડીઓને પ્રોત્સાહન મળે તેના ભાગરૂપે આ કબડ્ડી સ્પર્ધા રમાડવામાં આવશે. વિજેતા ટીમને તેમજ રનર્સઅપ ટીમને ટ્રોફી દ્વારા સન્માનીત કરવામાં આવશે. તેમજ સ્પર્ધામાં બેસ્ટ ખેલાડીઓને મેડલ દ્વારા સન્માનીત કરાશે.

આ સ્પર્ધા પ્રો-કબડ્ડી લીગના નિયમ મુજબ રમાડવામાં આવશે. આ કબડ્ડી સ્પર્ધાને સફળ બનાવવા યશપાલસિંહ ચુડાસમા, હર્ષદ રાઠોડ, કર્મદીપસિંહ જાડેજા કાર્યરત છે. કાર્યક્રમને સફળ બનાવવા સ્કુલ પ્રતિનિધિ મંડળ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Loading...