હળવદની બ્રાહ્મણી નદીના પટ્ટમાંથી બેફામ ખનીજચોરી: ચારની ધરપકડ

હળવદ પંથકમાં બેફામ ખનીજચોરી કરવામાં આવતી હોય જેના પગલે તાજેતરમાં બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો કર્યો હતો અને સ્થળ પરથી ચાર ઇસમોને દબોચી લઇ ૫ હિટાચી મશીન સાથે એક કરોડ રૂપિયાની કિમતનો મુદામાલ જપ્ત કરાયો છે.

હળવદના બ્રાહ્મણી નદીમાં વ્યાપક રેતી ચોરીની ફરિયાદો ઉઠતી હોય જેના પગલે રેંજ ડીઆઈજીપી સંદીપસિંહની સુચનાથી જીલ્લા એસપી એસ આર ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે દરોડો કર્યો હતો જેમાં ટીકર ગામના બેઠાપુલ પાસે નદીના પટમાં રેતી ખનીજ ચોરી કરવા આવેલ વિશાલ ગુલાબ યાદવ રહે યુપી, પવન લૂંટન યાદવ રહે બિહાર, સંતોષકુમાર રામસતેશ્વર માજી રહે બિહાર અને બિજેન્દ્રકુમાર રાજમઢ વિશ્વકર્મા રહે એમપી એમ ચાર ઇસમોને ઝડપી લઈને ખનીજ ચોરીમાં વપરાતા હિતાચી મશીન ૫ કીમત રૂ ૧ કરોડ નો મુદામાલ જપ્ત કરી હળવદ પોલીસને સોપવામાં આવ્યા છે. ખનીજ્ચોરીની રેડમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા, ખાણ ખનીજ ટીમ તેમજ એલસીબીના વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહિલ, ભરતભાઈ મિયાત્રા, ભરતભાઈ જીલરીયા, યોગેશદાન ગઢવી, આસીફભાઈ ચાણકયા, રસિકભાઈ ચાવડા, સહદેવસિંહ જાડેજા, સતીશ કાંજીયા, દશરથસિંહ ચાવડા સહિતની ટીમ જોડાયેલ હતી.

Loading...